પુણેના ગ્રાઉન્ડ સ્ટાફે MS Dhoni ને આપી ખાસ ગિફ્ટ, જોઇને તમે પણ કહેશો So Sweet !

0
1013
MS Dhoni

આઈપીએલની ૧૧ મી સિઝનમાં આમ તો દર વખતની જેમ જ આ વખતે પણ નવા ખેલાડીઓસામે આવી રહ્યા છે. આ આઈપીએલ ૨૦૧૮ ખેલાડીઓ સાથે ચેન્નાઈના કેપ્ટન MS Dhoni ની પુત્રી ઝીવા પણ સુર્ખીઓમાં રહી છે. આઈપીએલ ૨૦૧૮ માં ચેન્નાઈની દરેક મેચમાં ઝીવા પોતાની મમ્મી સાથે પોતાના પપ્પા MS Dhoni અને તેમની ટીમને ચીયર કરવા કરવા મેદાનમાં આવે છે. આ મેચો દરમિયાન જ ઝીવા પોતાના ક્યુટ અંદાજથી સૌનું દિલ જીતી રહી છે. મેદાન પર ઝીવા ક્યારેક ચેન્નાઈનો ફ્લેગ લઇ તો ક્યારેક ચેન્નાઈની ટી-શર્ટ પહેરીને ટીમને ચીયર કરી રહી છે.

ચેન્નાઈની આ મેચો દરમિયાન ઝીવાના ઘણા વિડિયોઝ અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રવિવારે(૧૩ મે) પુણેમાં રમાયેલી મેચમાં ચેન્નાઈએ હૈદરાબાદને ૮ વિકેટથી માત આપી. આ મેચ જીતતા જ ચેન્નાઈએ પ્લેઓફમાં પણ પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. આ જીત બાદ પુણેના ગ્રાઉન્ડ સ્ટાફે ચેન્નાઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીને એક ખાસ ગિફ્ટ આપી.

પુણેના ગ્રાઉન્ડ સ્ટાફે મહેન્દ્રસિંહ ધોનીને એક પોટ્રેટ ગિફ્ટ કર્યું છે. આ પોટ્રેટ મહેન્દ્રસિંહ ધોનીનું છે અને નાની ઝીવા તેમના ખોળામાં છે. આ ભેટ ઘણી જ પ્યારી અને ખાસ છે.

રવિવારે થયેલી મેચમાં ચેન્નાઈના સલામી બેટ્સમેન અંબાતી રાયડુએ અણનમ ૧૦૦ રનોની રમત રમી હતી. શેન વોટ્સને ૫૭ રનોની રમત રમી. બંને ખિલાડીઓ વચ્ચે પહેલ વિકેટ માટે ૧૩૪ રનની ભાગેદારી કરી.જેના કારણે ચેન્નાઈએ હૈદરાબાદ વિરુદ્ધ આઠ વિકેટની જીત મેળવી મેળવી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY