રવિ શાસ્ત્રીએ પૃથ્વી શોની ઈજા બાબતે આપ્યું આ નિવેદન

0
173

1. પૃથ્વી શો

ભારતીય કોચ રવિ શાસ્ત્રીએ પોતાના એક સ્ટેટમેંટમાં જણાવ્યું છે કે, યુવા ઓપનર બેટ્સમેન પૃથ્વી શો ઘૂંટણની ઈજાથી બહાર આવી રહ્યા છે અને તેમનું મેલબોર્નમાં થનારી ‘બોક્સિંગ ડે’ ટેસ્ટ મેચમાં વાપસી કરવાની સંભાવનાઓ છે. મુંબઈના આ ૧૯ વર્ષીય બેટ્સમેન ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઈલેવન સામે સિડનીમાં ભારતના અભ્યાસ મેચ દરમિયાન ડીપ મિડવિકેટ બાઉન્ડ્રી પર કેચ પકડતા સમયે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેમને ડાબા પગની ઘૂંટીમાં ઈજા થઈ છે જેના કારણે તે પ્રથમ ટેસ્ટ મેચ રમી શક્યા નહીં. બોક્સિંગ ડે ટેસ્ટ ૨૬ ડિસેમ્બરથી ૩૦ ડિસેમ્બર સુધી મેલબોર્નમાં રમાશે.

2. પૃથ્વી શો

રવિ શાસ્ત્રીએ ઓસ્ટ્રેલીયન રેડિયો ચેનલ ‘સેન વાટેલે’ થી કહ્યું છે કે, ‘પૃથ્વી શોનું આવી રીતે ઈજાગ્રસ્ત થવું દુઃખદ છે પરંતુ સારી વાત એ છે કે, તેમની સ્થિતિમાં ઝડપી સુધાર થઈ રહ્યો છે. તેમને ચાલવાનું શરૂ કરી દીધું છે અને જો તેમને અઠવાડિયાના અંત સુધીમાં દોડવાનું શરૂ કરી દીધું તો તે સારા સંકેત રહેશે.” તેમને જણાવ્યું છે કે, “પૃથ્વી શો હજુ યુવા છે અને તે જલ્દી ફીટ થઈ શકે છે. અમે પર્થ (બીજી ટેસ્ટ મેચ દરમિયાન) માં પૃથ્વી શોને લઈને નિર્ણય કરી શકીએ છીએ.”

3. પૃથ્વી શો

ઉલ્લેખનીય છે કે, ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ મેચ આજથી શરૂ થઈ ગઈ છે. રવિ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલીયન ટીમ માટે વિરાટ કોહલીની ટીમને પડકાર જરૂર આપશે.”

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY