Ravichandran Ashwin એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મેળવી આ ખાસ સિદ્ધિ

0
334

1. Ravichandran Ashwin

ઇંગ્લેન્ડ સામે લોર્ડ્સમાં ચાલી રહેલી બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ૨૯ રન બનાવતા જ ભારતીય ઓલરાઉન્ડર Ravichandran Ashwin એ એક ખાસ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી છે. રવિચંદ્રન અશ્વિને ૨૯ રનના આંકડાને પ્રાપ્ત કરતા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાના ૩ હજાર રન પુરા કરી લીધા છે. તેની સાથે જ તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૩ હજારથી વધુ રન અને ૫૦૦ થી વધુ વિકેટ લેનાર ચોથા ભારતીય ખેલાડી બની ગયા છે.

2. રવિચંદ્રન અશ્વિન

રવિચંદ્રન અશ્વિન પહેલા ભારતીય દિગ્ગજ હરભજન સિંહ, અનીલ કુંબલે અને કપિલ દેવ પણ આ કારનામું કરી ચુક્યા છે. રવિચંદ્રન અશ્વિને આ સિદ્દીને પોતાની ૨૧૭ મી મેચમાં પ્રાપ્ત કરી લીધી છે. ઇંગ્લેન્ડ સામે બીજી ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ભારતીય ટીમ ૧૦૭ રનમાં ઓલ આઉટ થઈ ગયા હતા. ટીમમાંથી સર્વાધિક રન રવિચંદ્રન અશ્વિને જ બનાવ્યા હતા. ઇંગ્લેન્ડના ઝડપી બોલર સ્ટુઅર્ટ બોર્ડે ૩૫ મી ઓવરની બીજી બોલ પર રવિચંદ્રન અશ્વિનને એલબીડબ્લ્યુ આઉટ કર્યા હતા.

3. રવિચંદ્રન અશ્વિન

રવિચંદ્રન અશ્વિને ૬૦ ટેસ્ટ મેચમાં ૨૨૧૫, ૧૧૧ વનડે મેચમાં ૬૭૫ અને ૪૬ ટી-૨૦ મેચમાં ૧૨૩ રન બનાવ્યા છે. બોલિંગમાં તેમના નામે ટેસ્ટમાં ૩૨૩, વનડેમાં ૧૫૦ અને ટી-૨૦ ૫૨ સહિત કુલ ૫૨૫ વિકેટ નોંધાયેલ છે. ટેસ્ટ ક્રિકેટમાં તેમનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન ૭/૫૯ વનડેમાં ૪/૨૫ અને ટી-૨૦ ૪/૮ નું રહ્યું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY