Ricky Ponting એ વિરાટ કોહલી માટે આ મોટું નિવેદન

0
279

1. Ricky Ponting

Ricky Ponting પણ હવે વિરાટ કોહલીની બેટિંગના ચાહક બની ગયા છે. ઓસ્ટ્રેલીયન ટીમના ભૂતપૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે ટીમ ઇન્ડિયાન વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીની પ્રશંસા કરી છે. રિકી પોન્ટિંગે જણાવ્યું છે કે, વર્તમાન સમયમાં વિરાટ કોહલીથી સારા બેટ્સમેન કોઈ બીજા નથી. રિકી પોન્ટિંગે વિરાટ કોહલીની બેટિંગને લઈને જણાવ્યું છે કે, આ સમયે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી વર્લ્ડના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે, કેમકે સ્ટીવન સ્મિથ પ્રતિબંધના કારણે ક્રિકેટ રમી રહ્યા નથી. એક કાર્યક્રમ દરમિયાન રિકી પોન્ટિંગને પૂછવામાં આવ્યું કે, તેમની નજરમાં વર્લ્ડના સર્વશ્રેષ્ઠ બેટ્સમેન કોણ છે? તો આ સવાલના જવાબામાં તેમને જણાવ્યું કે, આ સમયે વિરાટ કોહલી છે, કેમકે સ્ટીવન સ્મિથ રમી રહ્યા નથી. જો સ્ટીવન સ્મિથ રમશે છે તો હું તેમને દુનિયાના નંબર એક ખેલાડી કહીશ.

2. વિરાટ કોહલી

હક્કિતમાં રિકી પોન્ટિંગનું માનવું છે કે, એશીઝ સહિત ઘણી મહત્વની મેચમાં સ્ટીવન સ્મિથે ટીમ ઓસ્ટ્રેલિયા માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. એટલા માટે તે સ્ટીવન સ્મિથનું ઘણું સમ્માન કરે છે. તમને જણાવી દઈએ કે, સાઉથ આફ્રિકા સામે કેપટાઉન ટેસ્ટમાં સ્ટીવન સ્મિત બોલ ટેમ્પરિંગ આરોપ ફસાઈ ગયા હતા. ઓસ્ટ્રેલીયન ક્રિકેટ બોર્ડે સ્ટીવન સ્મિથ પર એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. જેના કારણે તે આ સમયે ક્રિકેટથી દુર છે.

3. વિરાટ કોહલી

વિરાટ કોહલી : વિરાટ કોહલીએ ૬૬ ટેસ્ટ મેચમાં ૫૫૫૪ રન બનાવ્યા છે. આ દરમિયાન તેમની એવરજથી રન રેટ ૫૩.૪૦ ના રહ્યો છે. વિરાટ કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાં ૨૧ સદી પણ ફટકારી છે. જયારે વનડે મેચમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીનો રેકોર્ડ ખુબ જ શાનદાર રહ્યો છે. વિરાટ કોહલીએ ૨૦૮ વનડે મેચમાં ૯૫૮૮ રન બનાવ્યા છે. વિરાટ કોહલીના નામે અત્યાર સુધી ૩૫ સદી છે.

સ્ટીવન સ્મિથ : ઓસ્ટ્રેલિયાના આ બેટ્સમેને ૬૪ ટેસ્ટ મેચમાં ૨૩ સદી ફટકારી છે. આ દરમિયાન સ્ટીવન સ્મિથની એવરજ ૬૧.૩૭ ની રહી છે. ટેસ્ટ મેચમાં સ્ટીવન સ્મિથે ૬૧૯૯ રન બનાવ્યા છે. સ્ટીવન સ્મિથે ૧૦૮ વનડે મેચમાં ૮ સદી બનાવી છે અને ૪૧.૮૪ ની એવરજથી ૩૪૩૧ રન બનાવ્યા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY