ગૌતમ ગંભીરને આ બાબતમાં Rohit Sharma એ છોડ્યા પાછળ

0
853

1. ગૌતમ ગંભીરને આ બાબતમાં Rohit Sharma એ છોડ્યા પાછળ

સૂર્યકુમાર યાદવની અડધી સદી તથા ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાની ડેથ ઓવરોની શાનદાર બોલિંગના આધારે મુંબઈ ઇન્ડિયન્સે કિંગ્સ ઈલેવન પંજાબને છ વિકેટથી હરાવી દીધી હતી અને આઈપીએલ-૧૧ માં પોતાની આશા જીવંત રાખી હતી. આવી રીતે કેપ્ટન Rohit Sharma એ કુર્ણાલ પંડ્યાએ સારો સાથ આપ્યો હતો. તેમને ૧૫ બોલમાં બે સિક્સર અને એક ચોગ્ગો ફટકારી ઉપયોગી ૨૪ રન બનાવ્યા અને ટીમને જીત અપાવી અણનમ રહ્યા હતા.

આઈપીએલમાં ટાર્ગેટનો પીછો કરતા રોહિત શર્મા જયારે પણ નોટ આઉટ રહ્યા, તેમની ટીમ ક્યારેય પણ હારી નથી. ટાર્ગેટ મેળવવાના દરમિયાન રોહિત શર્મા આઈપીએલમાં ૧૭ મી વખત નોટ આઉટ રહ્યા હતા.

2. ગૌતમ ગંભીરને આ બાબતમાં રોહિત શર્માએ છોડ્યા પાછળ

ટાર્ગેટ પ્રાપ્ત કરતા રોહિત શર્માના ૧૭ વખત નોટ આઉટ રહેવાના દરમિયાન ૪ વખત તેમની ટીમ ડેક્કન ચાર્જર્સ અને ૧૩ વખત મુંબઈ ઇન્ડિયન્સ મેચ જીતવામાં સફળ રહ્યા હતા.

તેની સાથે જ તેમને ટાર્ગેટનો પીછો કરતા ટીમને જીત અપાવી સૌથી વધુ વખત નોટ આઉટ રહેવાની બાબતમાં ગૌતમ ગંભીરને પાછળ છોડી દીધા હતા.

3. રોહિત શર્મા સિક્સરોની “ત્રેવડી સદી” ફટકારનાર પ્રથમ ઇન્ડ...

ઇન્દોરના હોલ્કર સ્ટેડીયમમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને મુંબઈ ઇન્ડિયન્સની વચ્ચે રમાયેલી રોમાંચક મેચ દરમિયાન મુંબઈના કેપ્ટન Rohit Sharma એ એક વધુ રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. તેમને માત્ર ૧૫ બોલમાં બે સિક્સરની મદદથી ૨૪ રન બનાવ્યા હતા અને તેની સાથે જ ટી-૨૦ ક્રિકેટમાં સિક્સરની ત્રેવડી સદી પૂરી કરી લીધી હતી. હવે રોહિત શર્માના નામે ૩૦૧ સિક્સર નોંધાઈ ગઈ છે. રોહિત શર્માએ આ રેકોર્ડ ૨૭૯ મેચમાં બનાવ્યો હતો. આવું કરી આ રેકોર્ડ નોંધાવનાર તે પ્રથમ બેટ્સમેન બની ગયા છે.

આ પ્રમાણે છે રેકોર્ડ –
ઓસ્ટ્રેલિયા સામે ૪
બાંગ્લાદેશ સામે ૧૦
ઇંગ્લેન્ડ સામે ૬
ન્યૂઝીલેન્ડ સામે ૧
સાઉથ આફ્રિકા સામે ૩૨
શ્રીલંકા સામે ૧૦
યુએઈ સામે ૩
યુએસએ સામે ૫
વેસ્ટ ઇન્ડીઝ સામે ૧૦
વિભિન્ન ટી-૨૦ મેચમાં ૨૨૦
કુલ – ૩૦૧

સૌથી વધુ સિક્સર ફટકારનાર ટોપ-૫ માં ત્રણ વેસ્ટ ઇન્ડીઝના
ટી-૨૦ માં સૌથી વધુ સિક્સર ફટકારવાની બાબતમાં પ્રથમ સ્થાનોમાં ત્રણ બેટ્સમેન વેસ્ટ ઇન્ડીઝના છે. તેમાં સૌથી ટોપ પર ક્રીસ ગેલ ૮૪૪ સિક્સરની સાથે રહેલા છે. ત્યાર બાદ વેસ્ટ ઇન્ડીઝના કેરોન પોલાર્ડ ૫૨૫ સિક્સર સાથે બીજા સ્થાન પર રહેલા છે. ત્રીજા નંબર પર બ્રેન્ડન મેક્કુલમ રહેલા છે જયારે વેસ્ટ ઇન્ડીઝ સામે ડ્વેન સ્મિથ ૩૬૭ સિક્સર સાથે ચોથા નંબર પર રહેલ છે. ઓસ્ટ્રેલીયન પ્લેયર શેન વોટ્સન ૩૫૭ સિક્સર ફટકારી આ યાદીમાં પાંચમાં સ્થાન પર છે જયારે ડેવિડ વોર્નર ૩૧૯ સિક્સર સાથે છઠ્ઠા સ્થાન પર રહેલા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY