કોહલીને પછાડી Rohit Sharma વનડેમાં આવું કારનામું કરનાર બન્યા એકમાત્ર બેટ્સમેન

0
554

1. Rohit Sharma

ડાબા હાથના ચાઈનામેન બોલર કુલદીપ યાદવની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ બોલિંગ બાદ Rohit Sharma ની ૧૮ મી સદીના આધારે ભારતે પ્રથમ વનડે ક્રિકેટ મેચમાં ઇંગ્લેન્ડને આઠ વિકેટથી હરાવી દીધું હતું. ઇંગ્લેન્ડના ૨૬૯ રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે રોહિત શર્માના ૧૧૪ બોલમાં ચાર સિક્સર અને ૧૫ ચોગ્ગાથી અણનમ ૧૩૭ રનની ઇનિંગ સિવાય કેપ્ટન વિરાટ કોહલી (૮૨ બોલમાં ૭૫ રન) ની સાથે તેમની બીજી વિકેટની ૧૬૭ રનની ભાગીદારીના આધારે ૯.૫ ઓવર બાકી રહેતા બે વિકેટે ૨૬૯ રન બનાવી સરળ જીત પ્રાપ્ત કરી લીધી હતી. રોહિત શર્માએ શિખર ધવનની સાથે પ્રથમ વિકેટ માટે ૫૯ રનની ભાગીદારી કરી હતી.

2. રોહિત શર્મા

રોહિત શર્માએ કર્યું આ મોટું કારનામું
રોહિત શર્માએ પોતાની અણનમ ઈનિંગમાં ૧૧૪ બોલ રમી અને ૧૫ ચોગ્ગા તથા ચાર સિક્સર ફટકારી હતી. પોતાની ૧૮૧ મી વનડે રમી રહેલા રોહિત શર્મા માટે આ ૧૮ મી સદી ખુબ જ ખાસ રહી હતી. આ સદીના આધારે તેમને વનડે ક્રિકેટમાં ખાસ સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે.

હકિકતમાં, રોહિત શર્માએ સતત સાત વનડે સીરીઝ અથવા ટુર્નામેન્ટમાં સદી ફટકારવાનું કારનામું કર્યું છે. તેમને વિરાટ કોહલીને પાછળ છોડયા, જેમને ૨૦૧૧-૨૦૧૨ દરમિયાન છ વનડે સીરીઝમાં સદી ફટકારી હતી.

3. રોહિત શર્મા

૭ વનડે સીરીઝ / ટુર્નામેન્ટ ૮ સદી

૧૨૩ રન, બાંગ્લાદેશ સામે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન – બર્મિંગહામ ૧૫ જૂન ૨૦૧૭

૧૨૪ અણનમ રન, શ્રીલંકા સામે ૫ વનડે મેચની સીરીઝની ત્રીજી વનડેમાં – પ્લ્લેકેલ, ૨૭ ઓગસ્ટ ૨૦૧૭

૧૦૪ રન, શ્રીલંકા સામે ૫ વનડે મેચની સીરીઝની ચોથી વનડેમાં – કોલંબો, ૩૧ ઓગસ્ટ ૨૦૧૭

૧૨૫ રન, ઓસ્ટ્રેલિયા આમે ૫ વનડે મેચની સીરીઝની પાંચમી વનડેમાં – નાગપુર ૧ ઓક્ટોબર ૨૦૧૭

૧૪૭ રન, ન્યૂઝીલેન્ડ સામે ૩ વનડે મેચની સીરીઝની ત્રીજી વનડેમાં – કાનપુર ૨૯ ઓક્ટોબર ૨૦૧૭

૨૦૮ અણનમ રન, શ્રીલંકા સામે ૩ વનડે મેચની સિરીઝની બીજી વનડેમાં – મોહાલી ૧૩ ડિસેમ્બર ૨૦૧૭

૧૧૫ રન, સાઉથ આફ્રિકા સામે ૬ વનડે મેચની સ્રીઝ્ની પાંચમી વનડેમાં – પોર્ટ એલિઝાબેથ ૧૩ ફ્રેબુઆરી ૨૦૧૮

૧૩૭ રન, ઇંગ્લેન્ડ સામે ૩ વનડે મેચ સિરીઝની પ્રથમ વનડેમાં – નોટિંગહામ ૧૨ જુલાઈ ૨૦૧૮

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY