ભારત સામેની વનડે સીરીઝ માટે ન્યુઝીલેન્ડ ટીમમાં આ ખેલાડીઓની થઈ વાપસી

0
96
Santner, De Grandhomme and Latham Back for First Three India ODIs

ન્યુઝીલેન્ડે ભારત સામે રમાવનારી આગામી વનડે સીરીઝની શરૂઆતી ત્રણ મેચ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. મિચેલ સેંટનર, કોલીન ડી ગ્રાંડહોમ અને ટોમ લાથમની ભારત સામેની સીરીઝ માટે ન્યુઝીલેન્ડ ટીમમાં વાપસી થઈ છે. ભારત અને ન્યુઝીલેન્ડની વચ્ચે પાંચ વનડે મેચની સીરીઝ ૨૩ જાન્યુઆરીથી શરુ થવાની છે. ત્યાર બાદ તેમની વચ્ચે ત્રણ ટી-૨૦ મેચની સીરીઝ રમાશે.

કોલીન ડી ગ્રાંડહોમને જીમી નીશમની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે જે શ્રીલંકા સામેની ત્રીજી વનડે દરમિયાન ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ટોમ લાથ્મની ટિમ સિફર્ટની જગ્યાએ ટીમમાં વાપસી થઈ છે. ૧૪ સભ્યની ટીમમાં ઓલરાઉન્ડર મિચેલ સેંટનરની વાપસી આશ્ચર્યચકિત કરનારી છે, મિચેલ સેંટનરે છેલ્લી વનડે માર્ચ ૨૦૧૮ માં રમી હતી. જીમી નીશમ અને ટોડ એસ્ટલને ઈજાના કારણે ટીમમાં સામેલ કરવામાં આવ્યા નથી અને તેમની ભારત સામે ચોથી અને પાંચમી વનડે મેચમાં રમવાની આશા છે.

ભારત સામેની વનડે સીરીઝ માટે ન્યુઝીલેન્ડની ટીમ આ પ્રકાર છે : કેન વિલિયમ્સન (કેપ્ટન), ડગ બ્રેસવેલ, કોલીન ડી ગ્રાંડહોમ, લોકી ફર્ગ્યુસન, માર્ટિન ગુપ્તીલ, મેટ હેનરી, ટોમ લાથમ, કોલીન મુનરો, હેનરી નિકોલ્સ, મિચેલ સેંટનર, ઈશ સોઢી, ટીમ સાઉદી, રોસ ટેલર.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY