ઈજાના કારણે દાનુષ્કા ગુણાતિલકા એશિયા કપ ટુર્નામેન્ટથી બહાર

0
148

1. દાનુષ્કા ગુણાતિલકા

૧૫ સપ્ટેમ્બરટી શરુ થઈ રહેલા એશિયા કપ પહેલા શ્રીલંકા ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ઓલરાઉન્ડર ખેલાડી દાનુષ્કા ગુણાતિલકા ઈજાના કારણે સપૂર્ણ ટુર્નામેન્ટથી બહાર થઈ ગયા છે. તેમને પીઠના નીચલા ભાગમાં ઈજા થઈ છે અને તેના કારણે હવે તે એશિયા કપમાં રમી શકશે નહી. તેમની જગ્યાએ શેહાન જયસુર્યાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. શ્રીલંકા ક્રિકેટે આ વાતની પુષ્ટિ કરી હતી.

2. દાનુષ્કા ગુણાતિલકા

દાનુષ્કા ગુણાતિલકાએ અંતિમ વનડે મેચ જાન્યુઆરીમાં રમી હતી અને એશિયા કપથી ટીમમાં વાપસી કરી હતી પરંતુ હવે તેમને પાછા ઘરે પરત ફરવું પડશે. જુલાઈમાં નિયમોના ઉલ્લંઘનના કારણે આરોપમાં તેમને શ્રીલંકા ક્રિકેટ દ્વ્રારા ૬ મેચ માટે પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા હતા અને તેના કારણે તે સાઉથ આફ્રિકા સામે ઘરેલું વનડે સીરીઝમાં ભાગ લઇ શક્યા નહોતા. દાનુષ્કા ગુણાતિલકા ૩૩ વનડે મેચમાં અત્યાર સુધી ૯૫૭ રન બનાવી ચુક્યા છે અને તેમના બહાર થવાથી નિશ્વિત રૂપથી શ્રીલંકાની ટીમને એક મોટો ઝટકો લાગ્યો છે.

3. દિનેશ ચાંદીમલ

આ પ્રથમ વખત નથી જયારે એશિયા કપ પહેલા શ્રીલંકાના ખેલાડી બહાર થયા હોય. આ અગાઉ વિકેટકીપર બેટ્સમેન દિનેશ ચાંદીમલ પણ ઈજાના કારણે ટુર્નામેન્ટથી બહાર થઈ ચુક્યા છે. તેમને આંગળીમાં ઈજા થઈ હતી અને તેના કારણે તેમને પણ ટુર્નામેન્ટથી બહાર થવું પડ્યું હતું. તેમની જગ્યાએ નિરોશન ડિકવેળાને ટીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. જયારે ટીમના મુખ્ય સ્પિન બોલર અકીલા ધનંજયા પણ પોતાના પ્રથમ બાળકના જન્મના કારણે ટુર્નામેન્ટની પ્રથમ થોડી મેચોમાં ભાગ લઇ શક્યા નહોતા.

શ્રીલંકાની પ્રથમ મેચ ૧૫ સપ્ટેમ્બરે બાંગ્લાદેશે થશે અને બીજી મેચ ૧૭ સપ્ટેમ્બરે અફઘાનિસ્તાનની ટીમથી થશે. શ્રીલંકાની ટીમ છેલ્લી ૩૯ વનડે મેચમાં માત્ર ૧૦ માં જ જીત પ્રાપ્ત કરી છે, એવામાં બાંગ્લાદેશે અને અફઘાનિસ્તાન સામે તેમની રાહ સરળ રહેવાની નથી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY