અફઘાનિસ્તાન સામે Shikhar Dhawan એ તોડ્યો સહેવાગનો આ રેકોર્ડ

0
1779

1. ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન Shikhar Dhawan

અફઘાનિસ્તાન સામે ઐતિહાસિક ટેસ્ટ મેચના પ્રથમ દિવસ જ ભારતીય ટીમના ઓપનર Shikhar Dhawan એ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. બેંગલુરુના એમ ચેન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવનારી આ મેચમાં શિખર ધવને પ્રથમ સેશનમાં શાનદાર બેટિંગ કરતા ૯૬ બોલમાં ૧૦૭ રન બનાવ્યા હતા. જે દરમિયાન તેમને ૧૯ ચોગ્ગા અને ૩ સિક્સર પણ ફટકારી હતી. શિખર ધવનની ટેસ્ટ કારકિર્દીની આ ૭ મી સદી છે.

2. આવું કરનાર બન્યા પ્રથમ ભારતીય

શિખર ધવને લંચ બ્રેક પહેલા ૯૧ બોલમાં ૧૦૪ રન બનાવ્યા હતા. તેની સાથે જ તે લંચ પહેલા કોઈ ટેસ્ટના શરૂઆતી દિવસે જ સદી ફટકારનાર ભારતના પ્રથમ અને દુનિયાના છઠ્ઠા બેટ્સમેન બની ગયા છે. આ યાદીમાં પ્રથમ સ્થાન પર ઓસ્ટ્રેલિયાના વિક્ટર ટ્રમ્પર (અણનમ ૧૦૩) છે, જેને વર્ષ ૧૯૦૨ માં ઇંગ્લેન્ડ સામે આ કારનામું કર્યું હતું. બીજા સ્થાન પર ઓસ્ટ્રેલિયાના જ ચાર્લી માર્કટનીના નામે છે, તેમને ઇંગ્લેન્ડ સામે વર્ષ ૧૯૨૧ માં અણનમ ૧૧૨ રનની ઇનિંગ રમી હતી.

3. વીરેન્દ્ર સહેવાગને છોડ્યા પાછળ

ભારત તરફથી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે જ પ્રથમ સેશનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ વીરેન્દ્ર સહેવાગના નામે હતો. વીરેન્દ્ર સહેવાગે વેસ્ટ ઇન્ડીઝ સામે ૨૦૦૬ માં લંચ પહેલા ૯૯ રન બનાવ્યા હતા, પરંતુ હવે શિખર ધવને સદી ફટકારી આ રેકોર્ડ તોડી પોતાના નામે કરી લીધો છે.

4. કોઈ ટેસ્ટ મેચમાં લંચ પહેલા સદી ફટકારનાર બેટ્સમેન

૧. વિક્ટર ટ્રમ્પર (ઓસ્ટ્રેલિયા) – વર્ષ ૧૯૦૨ માં ઇંગ્લેન્ડ સામે અણનમ ૧૦૩ રન
૨. ચાર્લી માર્કટની (ઓસ્ટ્રેલિયા) – વર્ષ ૧૯૨૧ માં ઇંગ્લેન્ડ સામે અણનમ ૧૧૨ રન
૩. સર ડોન બ્રેડમેન (ઓસ્ટ્રેલિયા) – વર્ષ ૧૯૩૦ માં ઇંગ્લેન્ડ સામે અણનમ ૧૦૫ રન
૪. માજિદ ખાન (પાકિસ્તાન) – વર્ષ ૧૯૭૬ માં ન્યૂઝીલેન્ડ સામે અણનમ ૧૦૮ રન
૫. ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) – વર્ષ ૨૦૧૭ માં પાકિસ્તાન સામે અણનમ ૧૦૦ રન
૬. શિખર ધવન (ભારત) – વર્ષ ૨૦૧૮ માં અફઘાનિસ્તાન સામે અણનમ ૧૦૪ રન

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY