બેગમ સાનિયા મિર્ઝાના કહેવા પર શોએબ મલિકે કર્યું આવું

0
138

1. શોએબ મલિક

પાકિસ્તાન ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટ શોએબ મલિકે એશિયા કપ શરુ હોવાના ઠીક પહેલા પોતાનું લુક બદલી લીધું છે. શોએબ મલિકે પોતાની બેગમ અને ભારતની સ્ટાર ટેનીસ ખેલાડી સાનિયા મિર્જાના કહેવા પર આવું કર્યું છે. શોએબ મલિકે સોશિયલ મીડિયા પર ક્યૂટ મેસેજ સાથે પોતાનો બદલાઈ લુકનો વિડીયો શેર કર્યો છે. પાકિસ્તાનને એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ ૧૬ સપ્ટેમ્બરે હોંગકોંગ સામે રમવાની છે.

2. શોએબ મલિક

શોએબ મલિકે પોતાનો વિડીયો શેર કરતા લખ્યું છે કે, “બેગમ જો બોલે તે રાઈટ! આ લુક સાનિયા મિર્જા પોતાના માટે અને આ વીડિયોના અંતમાં તમારા માટે એક નાનું સરપ્રાઈઝ.” તમને જણાવી દઈએ કે, શોએબ મલિક સિવાય પાકિસ્તાનના બે વધુ ક્રિકેટર બદલાઈ લુકમાં જોવા મળશે. ઝડપી બોલર હસન અલીએ વાળ વધાર્યા છે જયારે સ્પિનર શાદાબ ખાને પણ પોતાનું લુક બદલ્યું છે.”

 

View this post on Instagram

 

‪Begum jo bole woh right! This look is for you @mirzasaniar and a surprise at the end for the little one. #summerlook #breakthebeard #asiacup ‬

A post shared by Shoaib Malik (@realshoaibmalik) on

3. સાનિયા મિર્જા

ઉલ્લેખનીય છે કે, આપણે બધા જાણીએ છીએ કે, ટેનીસ સ્ટાર સાનિયા મિર્જા પ્રેગનેન્ટ છે. તે જલ્દી જ બાળકને જન્મ આપશે. તેમ છતાં દુનિયાની નજર શોએબ મલિક પર છે, જે એશિયા કપ માટે પાકિસ્તાન તરફથી રમશે. આ બધાની વચ્ચે સાનિયા મિર્જાને શોએબ મલિક યાદ સતાવવા લાગી હતી. તેમને એક સેલ્ફી શેર કરી શોએબને જલ્દી પરત ફરવાનું કહ્યું છે. આ પોસ્ટ તેમને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી હતી.

તમને જણાવી દઈએ કે, સાનિયા મિર્જા સતત સોશિયલ મીડિયા પર ફોટોસ શેર કરે છે. પ્રેગ્નેન્સીની ઘોષણા કર્યા બાદ પણ તેને ઘણી તસ્વીરો શેર કરી છે. તમને જણાવી દઈએ કે, સાનિયા અને તેમના પતી શોએબ મલિક પુત્રી ઈચ્છે છે. એક ઈન્ટરવ્યુંમાં તેમને જણાવ્યું હતું કે, તેમના બાળકનું નામ મિર્જા મલિક હશે. જેન્ડર ઇનઇક્વાલિટી પર આયોજીત કાર્યક્રમમાં તેમને જણાવ્યું હતું કે, હું અને મારા પતીએ નક્કી કર્યું છે કે, જયારે પણ આમરું હશે, તો તેમની સરનેમ મિર્જા મલિક હશે.

શોએબથી લગ્ન બાદ તમને ઘણી વખત વિરોધનો સામનો કરવો પડ્યો છે. લોકો ઘણી વખત તેના કારણે તેમની દેશભકિત પર સવાલ ઉઠાવે છે, પરંતુ હજુ પણ ટેનીસમાં ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. લગ્ન બાદ તેમને પોતાની સરનેમ પણ બધી નથી.

એશિયા કપ
એશિયા કપ ૧૫ સપ્ટેમ્બરથી યુએઈમાં શરુ થઈ રહી છે. આ ટુર્નામેન્ટમાં ૬ દેશની વચ્ચે ૧૩ મેચ રમાશે. સૌથી મોટો મુકાબલો ૧૯ સપ્ટેમ્બરે ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાશે. ભારત એશિયા કપનું ૬ વખતનું ચેમ્પિયન રહી ચુક્યું છે. જયારે પણ એશિયા કપનું આયોજન UAE માં થયું છે ભારત તેનું વિજેતા બન્યું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY