મહિલા સુપર લીગમાં Smriti Mandhana નો વધુ એક ધમાકો

0
461

1. Smriti Mandhana

સુપર લીગમાં ભારતીય મહિલા ક્રિકેટર Smriti Mandhana ચોગ્ગા-સિક્સરોનો વરસાદ કરી રહી છે. વેસ્ટર્ન સ્ટોર્મ અને લંકાશાયરની વચ્ચે રમાયેલ ટુર્નામેન્ટની ૨૧ મી મેચમાં સ્મૃતિ મંધાનાંએ ૨૫ બોલમાં ૪૯ રનની શાનદાર ઇનિંગ રમી, આ દરમિયાન તેમને ૭ ચોગ્ગા અને ૨ સિક્સર પણ ફટકારી હતી. વેસ્ટર્ન સ્ટોર્મ ટીમની ટુર્નામેન્ટમાં રમાયેલ ૭ મેચમાં ૬ મી જીત છે અને નોકઆઉટમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે.

2. Smriti Mandhana

ટોસ હારી પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સ્ટોર્મની ઓપનર બેટ્સમેન રાહેલ પ્રીસ્ટ પ્રથમ જ ઓવરમાં આઉટ થઈ ગઈ હતી. ત્યાર બાદ શાનદાર ફોર્મમાં ચાલી રહેલી સ્મૃતિ મંધાનાએ શાનદાર બેટિંગ કરતા ટીમની કેપ્ટન હીથર નાઈટની સાથે બીજી વિકેટ માટે ૬૬ રનની ભાગીદારી કરી હતી. સ્મૃતિ મંધાના પોતાની અડધી સદી પૂરી કરવાથી ચુકી ગઈ હતી, પરંતુ નાઈટે ૫૦ બોલમાં ૭૬ રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય સ્ટેફની ટેલરે પણ ૩૭ બોલમાં ૫૧ રન જોડ્યા હતા. આ ઇનિંગના આધારે સ્ટોર્મે ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૧૮૫ રન બનાવ્યા હતા.

3. Smriti Mandhana

સ્ટોર્મથી મળેલા ૧૮૬ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી લંકાશાયર ટીમની શરૂઆત ખુબ જ ખરાબ રહી હતી. બેટ્સમેનોએ ભાગીદારી બનાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ એક મોટી ભાગીદારી થઈ શકી નહિ. ટીમની સતત વિકેટ પડતી રહી અને સપૂર્ણ ટીમ ૧૦૯ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. લંકાશાયર તરફથી હરમનપ્રીત કૌરે ૧૫ બોલમાં માત્ર ૮ જ બનાવી શકી હતી. એલેનોર થ્રેલ્કલ્ડે ૩૩ અને ઓપનર બેટ્સમેન નિકોલ વોલ્ટને ૨૧ રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય કોઈ પણ અન્ય બેટ્સમેન ૧૫ નો સ્કોર પણ કરી શક્યા નહોતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY