સૌરવ ગાંગુલીએ રોહિત શર્માની કેપ્ટનશીપ માટે કરી આ મોટી ભવિષ્યવાણી

0
90
Sourav Ganguly says India have every chance of winning Asia Cup

વિરાટ કોહલી વગર ભારતીય ટીમ થોડી કમજોર થઈ છે પરંતુ ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનું માનવું છે કે, કાર્યવાહક કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં વર્તમાન ચેમ્પિયન ભારત એશિયા કપમાં સાતમી વખત ટાઈટલ જીતી શકે છે. વિરાટ કોહલીને છ દેશોની વનડે ટુર્નામેન્ટમાં આરામ આપવામાં આવ્યો છે.

આજથી શરુ થનારા એશિયા કપમાં મનીષ પાંડે, કેદાર જાધવ અને અંબાતી રાયડુ જેવા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે. સૌરવ ગાંગુલીએ જણાવ્યું છે કે, “ભારત ભલે ઇંગ્લેન્ડમાં સારૂ પ્રદર્શન કરી શક્યું ના હો પરંતુ સમિતિ ઓવરોમાં તે ટોપની ટીમ છે.”

તેમને એ પણ જણાવ્યું હતું કે, “વિરાટ કોહલીના હોવાથી ટીમ વધુ મજબૂત હોય છે પરંતુ રોહિત શર્માના પણ કેપ્ટનના રૂપમાં ઘણા સારા રેકોર્ડ છે એટલા માટે મને આશા છે કે, ટીમ તેમની આગેવાની શાનદાર પ્રદર્શન કરશે. તે એશિયા કપમાં જીતવામાં સક્ષમ છે.”

ઉલ્લેખનીય છે કે, રોહિત શર્માને સંયુક્ત અરબ અમીરાતમાં થનારી ટુર્નામેન્ટ માટે ૧૬ સભ્યોની ટીમની આગેવાની છોપવામાં આવી હતી. જયારે શિખર ધવનને વાઈસ કેપ્ટન બનાવી મોટી જવાબદારી છોપવામાં આવી હતી. શિખર ધવનની આ મોટી જવાબદારી એટલા માટે બની છે કેમકે તેમને પ્રથમ વખત ટીમના વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે.

મનીષ પાંડેને મળી જગ્યા
ટીમમાં મનીષ પાંડેની વાપસી થઈ છે. જયારે રાજસ્થાનના ડાબા હાથના બોલર ખલીલ અહેમદ ટીમમાં એકમાત્ર નવો ચહેરો છે. મનીષ પાંડે સતત સારૂ પ્રદર્શન કરી શક્યા નહોતા પરંતુ ચાર ટીમોની શ્રેણીમાં વાપસી કરતા તેમને ઇન્ડિયા બી માટે ચાર મેચમાં ૩૦૬ રન બનાવ્યા હતા. જયારે ટીમમાં ખલીલ અહેમદને પ્રથમ વખત પસંદ કરવામાં આવ્યા છે.

ભારતીય ટીમ આ પ્રકાર છે
રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન (વાઈસ કેપ્ટન), લોકેશ રાહુલ, અંબાતી રાયડુ, મનીષ પાંડે, કેદાર જાધવ, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકીપર), દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, યુજ્વેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, શાર્દુલ ઠાકુર, ખલીલ અહેમદ.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY