જોહાનિસબર્ગ ટેસ્ટ : સાઉથ આફ્રિકાએ પ્રથમ ઇનિંગમાં બનાવ્યા ૨૬૨ રન

0
36

1. સાઉથ આફ્રિકા – પાકિસ્તાન

જોહાનિસબર્ગમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાન સામે સાઉથ આફ્રિકાની ટીમ પ્રથમ ઇનિંગમાં ૨૬૨ રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. જવાબમાં પાકિસ્તાને પ્રથમ દિવસની સ્માપ્તીએ ૨ વિકેટે ૧૭ રન બનાવી લીધા છે. ઈમામ ઉલ હક ૧૦ અને નાઈટવોચમેન મોહમ્મદ અબ્બાસ શૂન્ય રન પર ક્રીઝ પર રહેલા છે. સાઉથ આફ્રિકા માટે વર્નન ફિલાન્ડર અત્યાર સુધી બે વિકેટ લઇ ચુક્યા છે.

2. સાઉથ આફ્રિકા – પાકિસ્તાન

આ અગાઉ સાઉથ આફ્રિકાના કેપ્ટન ડી એલ્ગરે ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતી. નિયમિત કેપ્ટન ફાફ ડુ પ્લેસિસની એક મેચ માટે પ્રતિબંધિત હોવાના કારણે આ ટેસ્ટમાં ડીન એલ્ગર ટીમની આગેવાની કરી રહ્યા છે. સાઉથ આફ્રિકાની શરૂઆત સારી રહી નહોતી અને માત્ર ૬ રનના સ્કોર પર જ એલ્ગર ૫ રન બનાવી આઉટ થઈ ગયા હતા. ત્યાર બાદ હાશિમ આમલા (૪૧) અને એડેન માર્કરમ (૯૦) એ બીજી વિકેટ માટે ૧૨૬ રનની શાનદાર પાર્ટનરશીપ કરી હતી. મધ્યક્રમમાં થ્યુનીસ ડી બ્રુયને ૪૯ અને પોતાની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા જુબાયર હમજાએ ૪૧ રનની શાનદાર ઇનિંગ રમી હતી.

એક સમયે સાઉથ આફ્રિકાની ટીમ ૪ વિકેટે ૨૨૯ રન બનાવી સારી સ્થિતિમાં હતું પરંતુ અહીંથી પાકિસ્તાની બોલરોએ શાનદાર વાપસી કરી હતી. આગામી ૩૩ રનના અંતરાલમાં સાઉથ આફ્રિકા ટીમે પોતાની ૬ વિકેટ ગુમાવી દીધી અને એક મોટો સ્કોર બનાવવાથી ચુકી ગયા હતા. પાકિસ્તાન તરફથી ફહીમ અશરફે સૌથી વધુ ૩ વિકેટ લીધી હતી.

3. સાઉથ આફ્રિકા – પાકિસ્તાન

જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી પાકિસ્તાનની બેટિંગ એક વખત ફરીથી વેરવિખેર જોવા મળી હતી. ઓપનર બેટ્સમેન શાન મસૂદ ૨ અને અઝહર અલી શૂન્ય પર આઉટ થઈ ગયા હતા. ૧૭ રનમાં બે વિકેટ ગુમાવી પાકિસ્તાનની ટીમ આ સમયે મુશ્કેલમાં છે અને રમતના બીજા દિવસે તે એક મોટો સ્કોર બનાવવાનો પ્રત્યન કરશે. તમને જણાવી દઈએ કે, સાઉથ આફ્રિકાની ટીમ સીરીઝમાં ૨-૦ થી આગળ છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY