Steve Waugh એ વિરાટ કોહલીની કરી પ્રશંસા, બતાવ્યા દુનિયાના નંબર-૧ બેટ્સમેન

0
188

1. Steve Waugh

ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન Steve Waugh એ વિરાટ કોહલીની બેટિંગ ટેકનિકને દુનિયાના વર્તમાન ક્રિકેટરોમાં સર્વશ્રેષ્ઠ બતાવી છે. બ્રાયન લારા અને વિવિયન રિચાર્ડસ જેવા દિગ્ગજોથી તુલના કરતા સ્ટીવ વોએ જણાવ્યું છે કે, વિરાટ કોહલીએ મહાન બેટ્સમેનના તમામ ગુણ દેખાડ્યા છે.

2. વિરાટ કોહલી

સ્ટીવ વોએ એ પણ જણાવ્યું છે કે, “તેની પાસે કોઈ પણ જગ્યાએ સારા પ્રદર્શન કરનારી રમત છે, મને લાગે છે કે, વર્લ્ડ ક્રિકેટમાં તેમની ટેકનિક સર્વશ્રેષ્ઠ છે.

તેમને જણાવ્યું છે કે, “તેની અને એબી ડી વિલિયર્સ ટેકનિક સર્વશ્રેષ્ઠ છે અને એબી ડી વિલિયર્સ ટેસ્ટ ક્રિકેટ રમી રહ્યા નથી એટલા માટે વિરાટ કોહલી સૌથી આગળ છે.

3. વિરાટ કોહલી

સ્ટીવ વોએ વધુ જણાવતા એ પણ કહ્યું કે, તેને મોટી તક ઘણી પસંદ છે જેવી રીતે બ્રાયન લારા અને સચિન તેંડુલકર તથા રિચાર્ડસ અને જાવેદાદ મિયાંદદ અને બધા મહાન બેટ્સમેનોને હોય છે. તે મોટી તક ઈચ્છે છે અને તેનાથી તેમની સર્વશ્રેષ્ઠ ક્રિકેટ જોવા મળે છે.”

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY