ગ્લોબલ ટી-૨૦ માં Sunil Narine નો તરખાટ, ફટકારી ૯ સિક્સર

0
473
Sunil Narine's 6-storm as Montreal beats WIndies B by 6 wickets1

કેનાડા ટી-૨૦ લીગમાં વેસ્ટ ઇન્ડીઝ બી સામે લસિથ મલિંગાની કેપ્ટનવાળી મોંટ્રોલ ટાઈગર તરફથી રમી રહેલા Sunil Narine એ શાનદાર ઇનિંગ રમી ટીમને જીત અપાવી હતી. પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝ બીએ શામર સ્પ્રિંગરના ૬૨ રનમાં ૭ વિકેટ ગુમાવી ૧૬૨ રન બનાવ્યા હતા. જવાબમાં ઉતરેલી મોંટ્રોલ ટાઈગરે આ ટાર્ગેટને ૧૭.૩ ઓવરમાં પ્રાપ્ત કરી લીધો હતો.

મોંટ્રોલ ટાઈગર તરફથી સંદીપ લામિછાનેએ શાનદાર બોલિંગ કરતા નિર્ધારિત ૪ ઓવરમાં ૩૧ રન આપી ૩ વિકેટ લીધી, જયારે કેપ્ટન લસિથ મલિંગાએ ૪ ઓવરોમાં ૨૨ રન આપી એક જ વિકેટ લીધી હતી. બોલિંગમાં સુનીલ નારાયણે કોઈ પણ વિકેટ લીધી નહોતી, તેમને ૪ ઓવરમાં એક ઓવર મેડન ફેંકતા ૨૫ રન આપ્યા હતા. બેટિંગમાં સુનીલ નારાયણે શાનદાર બેટિંગ કરતા એક વખત ફરીથી બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

સુનીલ નારાયણે ફટકારી ૯ સિક્સર
સુનીલ નારાયણે પોતાની આ ઈનિંગમાં ૨૫ બોલમાં ૬૧ રન બનાવ્યા, જેમાં તેમને માત્ર એક જ ચોગ્ગો ફટકાર્યો અને આક્રમક ઇનિંગ રમતા ૯ સિક્સર ફટકારી દીધી હતી. આ દરમિયાન સુનીલ નારાયણની સ્ટ્રાઈક રેટ ૨૪૪.૦૦ ની રહી હતી. જયારે ટીમ માટે નજીબુલ્લા જરદાને પણ આક્રમક ઇનિંગ રમતા માત્ર ૧૨ બોલમાં ૨૯ રનની અણનમ ઇનિંગ રમી અને પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY