તેલંગાના ઈલેક્શન : જવાલા ગટ્ટાનું નામ મતદાનયાદીમાંથી ગાયબ

0
149

1. જ્વાલા ગુટ્ટા

રાજસ્થાન અને તેલંગાણામાં આજે મતદાન થઈ રહ્યું છે. સામાન્ય વ્યક્તિથી લઈને મોટા સ્ટાર સુધી પોલિંગ બુથ પર વોટ કરવા પહોંચી રહ્યા છે. પરંતુ દેશની મોટી બેડમિન્ટન સ્ટાર જ્વાલા ગુટ્ટા આજે મતદાન કરી શકી નહીં. જ્વાલા ગુટ્ટાએ ટ્વીટ કરી આ વાતની જાણકારી પણ આપી છે.

જ્વાલા ગુટ્ટાએ પ્રથમ ટ્વીટ કરી કે, તેમનું નામ વોટર લિસ્ટમાં નથી, જેનાથી તે હેરાન છે. ત્યાર બાદ તેમને બીજી ટ્વીટ કરી કે, ચૂંટણી કેવી રીતે યોગ્ય હોઈ શકે છે જયારે મારૂ નામ જ વોટિંગ લિસ્ટમાંથી ગુમ છે.

2. જ્વાલા ગુટ્ટા

જ્વાલા ગુટ્ટાની આ ફરિયાદ બાદ ટ્વીટર પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વીટ કરી લખ્યું છે કે, આવું સંપૂર્ણ દેશમાં કરવામાં આવી રહ્યું છે. મનીષ સિસોદિયાએ ટ્વીટ કરી છે કે, અર્જુન એવોર્ડ ખેલાડી પણ પોતાના વોટ કરવાના હકના વિશેમાં સવાલ કરી રહી છે.

3. જ્વાલા ગુટ્ટા

તમને જણાવી દઈએ કે, રાજસ્થાન અને તેલંગાણામાં સવારથી મતદાન ચાલુ છે. તેલંગાણામાં સવારના ૭ વાગ્યાથી મતદાન શરૂ થઈ રહ્યું છે. અત્યાર સુધી ઘણા મોટા સ્ટાર મતદાન કરી ચુક્યા છે. સાઉથ ઇન્ડસ્ટ્રી સ્ટાર નાગાર્જુન, અર્જુન અને ચિરન ચિરંજીવી સવારમાં જ મતદાન કરવા પહોંચી ગયા હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY