Rafael Nadal એ સતત ૫૦ માં સેટમાં જીત મેળવી મેકેનરોનો તોડ્યો રેકોર્ડ

0
540

1. Rafael Nadal એ સતત ૫૦ માં સેટમાં જીત મેળવી મેકેનરોનો તો...

Rafael Nadal એ ક્લેકોર્ટ પર સતત ૫૦ માં સેટ જીતી જોન મેકેનરોનો ૩૪ વર્ષ જુનો રેકોર્ડ તોડી દીધો છે. મેડ્રિડ ઓપનમાં અર્જેન્ટિનાના ડિએગો શ્વાર્ટઝમૅનને પાછળ છોડી તેમને આ સિદ્ધિ મેળવી છે.

રાફેલ નડાલે ૬-૩, ૬-૪ થી જીત મેળવી ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. અમેરિકી દિગ્ગજ મેકેનરોને ૧૯૮૪ માં સતત ૪૯ સેટ જીત્યા હતા, જેમાં મેડ્રિડ ઓપન ટાઈટલ સામેલ હતું. નડાલ હવે ઑસ્ટ્રિયાના ડોમિનિક થિયેમથી રમશે. સ્પેનીશ સ્ટાર નડાલનો ટાર્ગેટ હવે છઠ્ઠા મેડ્રિડ ઓપન ટાઈટલ જીતવાનો છે.

2. રાફેલ નડાલે સતત ૫૦ માં સેટમાં જીત મેળવી મેકેનરોનો તોડ્ય...

જયારે, ચેક રિપબ્લિક ઓફ કૈરોલિના પિલ્સકોવાને મહિલા સિંગલ વર્ગમાં ક્વાર્ટર ફાઈનલમાં વર્લ્ડ નંબર-૧ રોમાનિયા સિમોના હાલેપને હરાવી મોટો ઉલટફેર કર્યો હતો. પિલ્સકોવાએ હાલેપને સીધા સેટમાં ૬-૪, ૬-૩ થી હરાવી સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો હતો.

3. રાફેલ નડાલે સતત ૫૦ માં સેટમાં જીત મેળવી મેકેનરોનો તોડ્ય...

સેમીફાઈનલમાં ભૂતપૂર્વ નંબર-૧ પ્લિસકોવાનો સામનો પેટ્રા ક્વિટોવાથી થશે. જ્યારે, ફ્રાંસની કૈરોલિના ગાર્સિયાએ ક્વાર્ટર ફાઈનલમમાં સ્પેનની કાર્લા સુઆરેજ નાવારોને ૬-૨, ૬-૩ થી હરાવી પ્રથમ વખત સેમીફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે.

ગાર્સિયા આગામી રાઉન્ડમાં કીકી બટ્રેસથી ટકરાશે, જેમને આ રશિયાની મારિયા શારાપોવાને ૪-૬, ૬-૨, ૬-૩ થી હરાવી બહારનો રસ્તો દેખાડ્યો હતો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY