દિલ્હી સામે રમાયેલી મેચમાં Suresh Raina ના નામે નોંધાયો આ શરમજનક રેકોર્ડ

0
351
This shameful record Suresh Raina against Delhi Match

એક તરફ જ્યાં ચેન્નાઈ સુપર કિંગ્સે આઈપીએલ ટુર્નામેન્ટમાં બે વર્ષ બાદ શાનદાર વાપસી કરી છે જયારે તેમના બેટ્સમેન સુરેશ રૈના પોતાના ચાહકોને નિરાશ કરતા જોવા મળી રહ્યા છે. પુણે સ્ટેડીયમમાં દિલ્હી ડેરડેવિલ્સ સામે ટુર્નામેન્ટની ૩૦ મી મેચમાં પણ Suresh Raina વધુ સારી રમત દેખાડી શક્યા નથી. તે પોતાની ઇનિંગની બીજી જ બોલમાં ૧ રન બનાવી ગ્લેન મેક્સવેલની બોલ પર બોલ્ડ થઈ ગયા હતા. તેની સાથે સુરેશ રૈના પોતાના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાવી ચુક્યા છે.

જાણો છુ છે રેકોર્ડ?
સુરેશ રૈના આઈપીએલ ઇતિહાસમાં ૫૦ વખત બોલરના શિકાર બન્યા છે. તે સ્પિનરોથી સૌથી વધુ આઉટ થનારા બીજા બેટ્સમેન બની ગયા છે. સુરેશ રૈના પહેલા કોલકાતા નાઈટ રાઈડર્સના રોબીન ઉથપ્પા ૫૦ થી વધુ સ્પીન બોલરોના શિકાર બની ચુક્યા છે. સુરેશ રૈનાને ઓફ સ્પિનર અને લેગ સ્પિનર બોલરોએ ૧૯-૧૯, સ્લો લેફ્ટ આર્મ ૧૧ અને ચાઈનામેન બોલરે ૧ વખત આઉટ કર્યા છે.

સુરેસ રૈનાનું અત્યાર સુધીનું પરફોર્મન્સ
આ સીઝનમાં જે સુરેશ રૈનાના પરફોર્મન્સ પર નજર કરીએ તો તે માત્ર ૩ ઇનિંગમાં જ રન બનાવી શક્યા છે. સુરેશ રૈના અત્યાર સુધી રમેલી ૬ ઇનિંગમાં ૨૦૪ રન બનાવ્યા છે. તે ઇનિંગમાં આવી રીતે ૪, ૧૪, ૪૬, ૫૪, ૧૧, ૭૫ રન બનાવી શક્યા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY