આજે છે ટીમ ઇન્ડિયાના સ્ટાર ક્રિકેટર સુરેશ રૈનાનો જન્મદિવસ

0
281

1. સુરેશ રૈના

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર સુરેશ રૈનાનો આજે જન્મદિવસ છે. ૨૭ નવેમ્બર ૧૯૮૬ ના ઉત્તર પ્રદેશના મુરાદનગરમાં જન્મેલા છે. સુરેશ રૈના પિતા ત્રિલોકી ચંદ એક આર્મી ઓફિસર છે. સુરેશ રૈનાના ત્રણ ભાઈ દિનેશ, નરેશ, મુક્સેહ અને બહેન રેનૂ છે.

2. સુરેશ રૈના

સુરેશ રૈનાએ ૧૯ વર્ષની ઉમરમાં જ શ્રીલંકા સામે વનડે મેચમાં ક્રિકેટ જગતમાં ડેબ્યુ કર્યું હતું અને વર્ષ ૨૦૧૦ માં શ્રીલંકા સામે જ ટેસ્ટ મેચની શરૂઆત કરી હતી. ત્યાર બાદ વર્ષ ૨૦૧૧ માં સુરેશ રૈના વર્લ્ડ કપમાં પણ ટીમ ઇન્ડિયામાં સામેલ હતા. આ વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયા વિજેતા રહી હતી.

3. સુરેશ રૈના

વર્ષ ૨૦૦૦ માં જ સુરેશ રૈનાએ ક્રિકેટર બનવાનો નિર્ણય લીધો હતો. સુરેશ રૈના યુપી ટીમના અન્ડર-૧૬ ટીમના કેપ્ટન પણ બન્યા હતા. સુરેશ રૈના ડાબા હાથના મધ્યક્રમના બેટ્સમેન અને ડાબા હાથના ઓફ સ્પિનર બોલર પણ છે. સુરેશ રૈના બધી ઘરેલું મેચ યુપી ટીમથી જ રમે છે.

4. સુરેશ રૈના

સુરેશ રૈના ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણે પ્રારૂપો (ટેસ્ટ, વનડે અને ટી-૨૦) માં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન છે. સુરેશ રૈના ટી-૨૦ અને વનડે વર્લ્ડ કપમાં સદી ફટકારનાર ભારતના એકમાત્ર ખેલાડી છે, જયારે ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારનાર ભારતના પ્રથમ અને દુનિયાના ત્રીજા બેટ્સમેન છે. તેના સિવાય સુરેશ રૈના ૧૨ માં એવા ભારતીય બેટ્સમેન હતા, જેને પોતાની ડેબ્યુ ટેસ્ટમાં સદી ફટકારી હોય.

5. આઈપીએલના કિંગ છે સુરેશ રૈના

સુરેશ રૈનાને આઈપીએલના કિંગ માનવામાં આવે છે. આઈપીએલમાં સૌથી પહેલા ૩૦૦૦ રન પુરા કરવાનો રેકોર્ડ સુરેશ રૈના નામે જ નોંધાયેલ છે. જયારે આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ છે. તેમને ૧૭૬ મેચની ૧૭૨ ઇનિંગમાં ૪૯૮૫ રન બનાવ્યા છે. આ યાદીમાં બીજા નંબર પર વિરાટ કોહલી (૪૯૪૮), જયારે ત્રીજા નંબર પર રોહિત શર્મા (૪૪૯૩) નું નામ આવે છે.

6. સુરેશ રૈનાની ક્રિકેટ કારકિર્દી

સુરેશ રૈનાએ અત્યાર સુધી ૨૨૬ વનડે મેચમાં ૫૬૧૫ રન બનાવ્યા છે. જેમાં ૫ સદી અને ૩૬ અડધી સદી સામેલ છે. તેમને ૭૮ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચમાં ૧૬૦૪ રન બનાવ્યા છે. જેમાં એક સદી અને ૫ અડધી સદી સામેલ છે. સુરેશ રૈનાએ ૧૮ ટેસ્ટ મેચમાં ૭૬૮ રન બનાવ્યા છે, જેમાં એક સદી અને ૭ અડધી સદી સામેલ છે.

7. લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડથી કર્યા લગ્ન

ક્રિકેટ કારકિર્દી જ નહી સુરેશ રૈનાનું વ્યક્તિગત જીવન પણ રસપ્રદ છે. સુરેશ રૈનાએ ૩ એપ્રિલ ૨૦૧૫ માં પોતાની લોંગ ટાઈમ ગર્લફ્રેન્ડ પ્રિયંકાથી લગ્ન કર્યા હતા. પ્રિયંકા અને સુરેશ રૈનાની મિત્રતા ઘણી જૂની હતી. વાસ્તવમાં પ્રિયંકાના પિતા રૈનાની શાળામાં સ્પોર્ટ ટીચર હતા. તેના સિવાય સુરેશ રૈનાની માતા અને પ્રિયંકાની માતા વચ્ચે ઘણી મિત્રતા હતી. એવામાં બંને પરિવારોની સહમતિથી આ લગ્ન ઘણા ધૂમધામથી થયા હતા. તેમ છતાં પ્રિયંકા અને રૈનાની એક પુત્રી પણ છે.

8. સુરેશ રૈના

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY