ત્રીજી ટેસ્ટ માટે અકિલા ધનંજયની જગ્યાએ નિશાન પીરીસ શ્રીલંકા ટીમમાં સામેલ

0
175
Uncapped Nishan Peiris replaces Akila Dananjaya in Sri Lanka squad for third Test

૨૩ નવેમ્બરથી કોલંબોમાં ઇંગ્લેન્ડ સામે રમાવનારી ત્રીજી ટેસ્ટ માટે શ્રીલંકા ટીમમાં અકિલા ધનંજયની જગ્યાએ ઓફ સ્પિનર નિશાન પીરીસને જગ્યા આપવામાં આવી છે. અકિલા ધનંજયને ૨૩ નવેમ્બરે બ્રિસ્બેનના નેશનલ ક્રિકેટ સેન્ટરમાં પોતાની બોલિંગ એક્શનની ટેસ્ટિંગ માટે જવાનું છે.

ગાલમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચ દરમિયાન જ અકિલા ધનંજયની બોલિંગ એક્શન શંકાસ્પદ જોવા મળી હતી, પરંતુ તો પણ તેમને બીજી મેચ રમી જ્યાં શાનદાર બોલિંગ કરતા ૧૧૫ રન આપી ૬ વિકેટ લીધી હતી. શ્રીલંકા ટીમના મુખ્ય કોચ ચંદિકા હથુરુસિંઘાએ બીજી ટેસ્ટ મેચ બાદ પત્રકારોથી વાતચીતમાં જણાવ્યું હતું કે, અકિલા ધનંજય ત્રીજી ટેસ્ટ મેચ માટે ઉપલબ્ધ રહેશે નહી, કેમકે તેમને ૧૪ દિવસની અંદર આધિકારિક રૂપથી પોતાની બોલિંગ એક્શનનો ટેસ્ટ કરાવવાનો છે.

પીરીસે ટેસ્ટ સીરીઝ શરૂ થઈ તે પહેલા ઇંગ્લેન્ડ સામે રમાયેલ બંને ૨ દિવસીય અભ્યાસ મેચમાં ભાગ લીધો હતો. પીરીસે પ્રથમ મેચમાં બેન સ્ટોક્સ, જોસ બટલર અને મોઈન અલી જેવી મોટી વિકેટ લીધી હતી.

પીરીસે વર્ષ ૨૦૧૫-૧૬ માં બાદુરેલિયા સ્પોર્ટ્સ ક્લબ માટે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું. પીરીસે અત્યાર સુધી ૧૨ ફર્સ્ટ ક્લાસ મેચમાં ૨૯.૫૨ ની એવરજથી ૩૮ વિકેટ લીધી છે, જેમાં તેમને ૬૭ રન આપી ૬ વિકેટ લીધી હતી. તે તેમનું સૌથી શાનદાર પ્રદર્શન છે.

ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડે ૩ ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ જીતી શ્રેણીમાં ૨-૦ ની લીડ બનાવી લીધી છે. ૧૭ વર્ષ બાદ ઇંગ્લેન્ડે શ્રીલંકામાં સીરીઝ જીતી છે. ત્રીજી ટેસ્ટ મેચ ૨૩ નવેમ્બરથી કોલંબોમાં રમાશે. યજમાન ટીમની નજર હવે અંતિમ મેચમાં જીત પ્રાપ્ત કરવા રહેલી હશે. જયારે મેહમાન ટીમ ક્લીન સ્વીપ કરવાનો પ્રયાસ કરશે. નિશ્વિત રૂપથી અંતીમ ટેસ્ટમાં શ્રીલંકાને ધનંજયની ઉણપ રહેવાની છે, કેમકે તે આ સમયે શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY