કાઉન્ટી ક્રિકેટમાં મુરલી વિજયે સદી ફટકારી ટીમને અપાવી શાનદાર જીત

0
138

1. મુરલી વિજય

ઇંગ્લેન્ડ સામે ૨ ટેસ્ટ મેચમાં સતત ફ્લોપ રહ્યા બાદ ભારતીય ટીમથી બહાર કરવામાં આવેલ મુરલી વિજયે કાઉન્ટી ક્રિકેટમાં શાનદાર શરુઆત કરી છે. નોટિંગહામશાયર સામે એસેક્સ તરફથી રમતા તેમને પ્રથમ ઈનિંગમાં ૫૬ અને બીજી ઇનિંગમાં સદી ફટકારી ૧૦૦ રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગના આધારે એસેક્સે નોટિંગહામશાયર સામે ૮ વિકેટથી શાનદાર જીત પ્રાપ્ત કરી હતી.

પ્રથમ બેટિંગ કરતા નોટિંગહામશાયરની ટીમ માત્ર ૧૭૭ રનના સામાન્ય સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ હતી. જવાબમાં બેટિંગ કરતા એસેક્સની ટીમે ૨૩૩ રન બનાવ્યા હતા. મુરલી વિજય તેમાં ૫૬ રન બનાવી સર્વાધિક સ્કોર વાળા બેટ્સમેન રહ્યા હતા. તેમને પ્રથમ વિકેટ માટે નિક બ્રાઉનેની સાથે મળી ૫૬ રનની મહત્વની ભાગીદારી પણ કરી હતી. બીજી ઇનિંગમાં નોટિંગહામશાયરની ટીમ ૩૩૭ રન બનાવી આઉટ થઈ ગયા હતા. આવી રીતે એસેક્સને ૨૮૨ રનનો ટાર્ગેટ મળ્યો હતો.

2. મુરલી વિજય

બીજી ઇનિંગમાં ટાર્ગેટનો પીછો કરતા એસેક્સની પ્રથમ વિકેટ નિક બ્રાઉનેના રૂપમાં ૧૭ રનના કુલ સ્કોર પડી હતી. અહીંથી મુરલી વિજયે જવાબદારીથી બેટિંગ કરતા ટોમ વેસ્લેની સાથે મળી બીજી વિકેટ માટે ૨૦૪ રન જોડ્યા હતા. મુરલી વિજયે શાનદાર રમતનું પ્રદર્શન કરતા ૧૦૦ રન બનાવ્યા અને સમિત પટેલની બોલ પર બોલ્ડ થઈ ગયા હતા. ટોમ વેસ્લે ૧૧૦ રન બનાવી અણનમ રહ્યા અને એસેક્સને ૮ વિકેટથી મેચ પોતાના નામે કરી લીધી હતી. મુરલી વિજયે મેચમાં ૧૫૬ રન બનાવ્યા હતા.

3. મુરલી વિજય

ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમના ઇંગ્લેન્ડ પ્રવાસ પર મુરલી વિજય શરૂઆતી બંને ટેસ્ટ મેચમાં ખરાબ રીતે ફ્લોપ રહ્યા હતા. તેમને ૪ ઇનિંગમાં માત્ર ૨૬ રન બનાવ્યા હતા. આ પ્રદર્શન બાદ તેમને આગામી ત્રણ મેચ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યા નહોતા. ત્યાર બાદ મુરલી વિજયે ઇંગ્લેન્ડમાં જ રોકાઈને કાઉન્ટી ક્રિકેટમાં એસેક્સથી રમવાનો નિર્ણય લીધો અને એક શાનદાર શરૂઆત કરી હતી. ઇંગ્લેન્ડ પ્રવાસ પર ભારતીય ટીમ ટેસ્ટ સીરીઝ ૪-૧ થી હારી ગઈ હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY