જીકયુ ૨૦૧૮ : ૫૦ સૌથી પ્રભાવશાળી યુવા ભારતીયોની યાદીમાં વિરાટ કોહલીથી લઈને આલિયા સામેલ

0
269
Virat Kohli, Alia amongst the 50 Most Influential Young Indians listed in 2018`s GQ Powerlist

જીક્યુ ઇન્ડિયાએ ૪૦ વર્ષથી ઓછી ઉમરના ૫૦ પ્રભાવશાળી યુવા ભારતીયોની વાર્ષિક યાદી જાહેર કરી છે, જેમાં મનોરંજન ઉદ્યોગથી વિરાટ કોહલી, આલિયા ભટ્ટ, આયુષ્માન ખુરાના, વરૂણ ધવન, કેશવ સૂરી, પ્રભાત ચૌધરી, તાપસી પન્નુ અને મિથિલા પાલકર વગેરે જેવા ટોપ નામ સામેલ છે.

આ વાર્ષિક પાવરલિસ્ટ તે યુવા પ્રભાવકોની ઉપલબ્ધિઓનું સમ્માન કરે છે જેને પોતાની ઉપલબ્ધિઓની સાથે પોતાની અલગ ઓળખ ઉભી કરી છે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પોતાની ઉપલબ્ધિઓની સાથે દેશને ગૌરવ લાગણીનો અનુભવ કરાવતા રહ્યા છે. દેશની સૌથી વધુ ફી લેનાર એથલીટ, સ્ટાઇલીશ સ્પોર્ટ્સ સ્ટારે વર્ષની પાવર લિસ્ટમાં સફળતાપુર્વક પોતાની જગ્યા બનાવી લીધી છે.

આ વર્ષે ‘રાજી’ માં પોતાના શાનદાર અનુભવથી લોકોના દિલ જીતનારી આલિયા ભટ્ટનું નામે પણ આ યાદીમાં સામેલ થઈ ગયું છે. ‘ગુલી બોય’, ‘બ્રહ્મહસ્ત્ર’ અને ‘કલંક’ માં વિવિધ અને રસપ્રદ પરફોર્મન્સની પ્રતીક્ષા કરતા, જીક્યુ ઇન્ડિયાએ યુવા એચીવરની પ્રશંસા કરી છે.

આયુષ્માન ખુરાના માટે ‘અંધાધુન’ અને ‘બધાઈ હો’ જેવી સુપરહિટ ફિલ્મોની સાથે આ એક શાનદાર વર્ષ રહ્યું છે અને હવે તે અકે વધુ વિચિત્ર ફિલ્મ ‘ડ્રીમગર્લ’ ની સાથે મનોરંજન કરવા માટે તૈયાર છે. એક પ્રતિભાવન સંગીતકાર અને અભિનેતાની પ્રશંસા કરતા, જીક્યુ ઇન્ડિયા આયુષ્માનની સિદ્ધીઓથી ઘણા પ્રભાવિત છે.

વરૂણ ધવન જે પોતાની મસાલા ફિલ્મો માટે જાણીતા છે, તેમને આ વર્ષે ઈંટેન્સ ભૂમિકા નિભાવી પાવર લીસ્ટમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. મનોરંજન ઉધોગથી સૌથી પ્રભાવશાળી નામથી એક, પ્રભાત ચૌધરીએ છેલ્લા ચાર વર્ષોથી પાવરલિસ્ટમાં પોતાની જગ્યા બનાવી છે. બોલીવુડમાં મહત્તમ એ-લિસ્ટર્સ સ્ટાર્સને સંભાળતા, પ્રભાતને સૌથી સટીક બ્રાન્ડ રણનીતિકારોમાંથી એક માનવામાં આવે છે. તેમને પોતાની ડીઝીટલ માર્કેટિંગ સાહસ એન્ટ્રોપી માટે રિલાયન્સની સાથે ભાગીદારી કરી જે પહેલાથી જ ભારતના કેટલાક સૌથી મોટા સોશિયલ મીડિયા એકાઉન્ટનિ સંભાળવામાં સફળ રહ્યા છે.

કરણ અનુષ્માન, અનન્યા બિડલા, નયનતારા, પાર્વતી, આકાશ અંબાણી પણ ૨૦૧૮ ની પાવરલિસ્ટમાં પોતાની જગ્યા બનાવવામાં સફળ રહ્યા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY