અભ્યાસ મેચમાં વિકેટ લીધા બાદ વિરાટ કોહલીની જોવા મળી આવી પ્રતિક્રિયા

0
146

1. વિરાટ કોહલી

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ સિડનીમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઈલેવનની સામે અભ્યાસ મેચમાં ચાહકોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. વાસ્તવમાં, વિરાટ કોહલી બેટિંગની જગ્યાએ બોલિંગ કરતા જોવા મળ્યા હતા. વિરાટ કોહલીએ આ અભ્યાસ મેચમાં પોતાની પ્રથમ વિકેટ પ્રાપ્ત કરી હતી. એટલું જ નહિ તેમને ભારતેન તે સમય સફળતા અપાવી જયારે ભારતના બધા પ્રમુખ બોલર વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા. વિકેટ લીધા બાદ વિરાટ કોહલીની પ્રતિક્રિયા રસપ્રદ હતી, બેટ્સમેનનિ આઉટ કર્યા બાદ તે પોતે જ હેરાન થઈ ગયા અને પછી સ્ટાઈલમાં સેલિબ્રેટ પણ કર્યું હતું.

2. વિરાટ કોહલી

વિરાટ કોહલીએ પોતાની છઠ્ઠી ઓવરની પ્રથમ બોલ પર જ સદી ફટકારી ચુકેલા હેનરી નિલ્સનનિ ઉમેશ યાદવના હાથે કેચ આઉટ કરાવ્યા હતા. ત્યાર બાદ હેનરીએ પોતે વિરાટ કોહલીને અભિનંદન પાઠવ્યા હતા. વિરાટ કોહલી વનડે અને ટી-૨૦ આંતરરાષ્ટ્રીયમાં પણ ૪-૪ વિકેટ લઇ ચુક્યા છે અને આઈપીએલમાં પણ તેમને ૪ વિકેટ પ્રાપ્ત કરી છે. પરંતુ ટેસ્ટ મેચમાં પણ અત્યાર સુધી તે વિકેટ લઇ શક્યા નથી અને આ વિકેટ પણ તેમના રેકોર્ડમાં જોડાશે નહી.

3. વિરાટ કોહલી

વિરાટ કોહલીએ અભ્યાસ મેચના ત્રીજા દિવસે પણ કેટલીક ઓવર ફેંકી હતી. બીસીસીઆઈ દ્વ્રારા પોસ્ટ કરવામાં આવેલ એક વિડીયોમાં રવિચંદ્રન અશ્વિને જણાવ્યું હતું કે, પ્રમુખ બોલરો થાકી જવાના કારણે વિરાટ કોહલીએ પોતે બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY