વીરેન્દ્ર સહેવાગે મહેન્દ્ર સિંહ ધોની માટે આપ્યું આ મોટું નિવેદન

0
163

1. વીરેન્દ્ર સહેવાગ

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગે વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીને ૨૦૧૯ માં રમાવનાર વર્લ્ડ કપ સુધી ભારતની વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટીમના ભાગ બન્યા રહેવાનું સમર્થન કર્યું છે.

વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગે જણાવ્યું છે કે, તેમ છતાં મહેન્દ્ર સિંહ ધોની આગામી વર્લ્ડ કપની ફાઈનલ સુધી ૩૮ વર્ષના થઈ જશે, પરંતુ તેમની વનડે કારકિર્દી શાનદાર રહી છે જેમાં તેમની આગેવાનીમાં ભારતીય ટીમને ૨૦૧૧ માં વર્લ્ડ કપ જીતાડી ચેમ્પિયન બનાવવું પણ સામેલ છે.

2. વીરેન્દ્ર સહેવાગ

ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડમાં તાજેતરમાં રમાયેલી વનડે સીરીઝ દરમિયાન મહેન્દ્ર સિંહ ધોનીના પ્રદર્શનને લઈને ઘણી આલોચના થઈ હતી. ભારતીય ટીમના સંચાલન તરફથી તે વાતના કોઈ સંકેત મળ્યા નથી કે, ઇંગ્લેન્ડ સામે ઓવલ ટેસ્ટમાં સદી ફટકારનાર યુવા વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતને મહેન્દ્ર સિંહ ધોની જગ્યાએ વનડે ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે.

મહેન્દ્ર સિંહ ધોનીના ભૂતપૂર્વ સાથી ખેલાડી વીરેન્દ્ર સહેવાગનું માનવું છે કે, ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનું આગામી વર્લ્ડ કપ સુધી ભારતની વનડે ટીમમાં બન્યા રહેવું જરૂરી છે. વીરેન્દ્ર સહેવાગે જણાવ્યું છે કે, મારો અંગત અભિપ્રાય મહેન્દ્ર સિંહ ધોનીને વર્લ્ડ કપ ૨૦૧૯ સુધી ટીમના ભાગ બન્યા રહેવા જોઈએ.

3. મહેન્દ્ર સિંહ ધોની

ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોનીએ વનડે ટીમની કેપ્ટનશીપ છોડવાનું કારણ જણાવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર મહેન્દ્ર સિંહ ધોનીએ વિરાટ કોહલીના રૂપમાં એક નવા કેપ્ટન જોવા ઈચ્છતા હતા. તે ઈચ્છતા હતા કે, વર્લ્ડ કપ પહેલા એક શાનદાર ટીમ તૈયાર કરવા માટે નવા કેપ્ટન આવા જોઈએ. તેમને પોતાની કેપ્ટનશીપથી રાજીનામું આપવાનો યોગ્ય સમય બતાવ્યો હતો.

મહેન્દ્ર સિંહ ધોનીએ જણાવ્યું છે કે, એક મજબુત ટીમ બનાવવા માટે નવા કેપ્ટનને સમય આપવા ઈચ્છે છે. હું તે માનું શું કે, મે પોતાની કેપ્ટનશીપ યોગ્ય સમય પર છોડી છે. વિરાટ કોહલીને આઈસીસી વર્લ્ડ કપને લઈને ટીમ તૈયાર કરવા માટે પર્યાપ્ત સમય મળવો જરૂરી હતો એટલા માટે મે પોતાની કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય લીધો હતો.

સફળ કેપ્ટનશીપ બાદ અચાનક ૨૦૧૭ ના પ્રારંભમાં મહેન્દ્ર સિંહ ધોનીએ કેપ્ટનશીપ છોડવાની જાહેર કરી બધાને હેરાન કરી દીધા હતા. આવું પ્રથમ વખત નથી થયો જયારે આશ્ચર્યજનક નિર્ણય લેવામાં આવ્યો હોય. આ અગાઉ ડિસેમ્બર ૨૦૧૪ માં ઓસ્ટ્રેલિયા પ્રવાસના સમયે ટેસ્ટ ક્રિકેટથી તેમને કેપ્ટનશીપ છોડવા સિવાય લાંબા પારૂપમાં નિવૃત્તિ લેવાનું એલાન કરી દીધું હતું.

મેદાન પર કેપ્ટન ફૂલના નામથી પ્રખ્યાત માહી હંમેશા શાંત સ્વભાવથી મેદાન પર પોતાની કાર્ય કરતા જોવા મળે છે. વિરાટ કોહલીને કેપ્ટનશીપ મળ્યા બાદ પણ તેમને ઘણી વખત ફિલ્ડ ગોઠવતા અથવા બોલરથી વાત કરતા જોવા મળ્યા છે. રમતની સમજણ માટે માહીને એક અલગ સ્તરના ખેલાડી માનવામાં આવે છે. આઈપીએલના તાજેતરના સત્રમાં તેમની કેપ્ટનશીપનો જાદુ જોવા મળ્યો હતો. ચેન્નાઈ સુપર કિંગ્સે ૨ વર્ષ બાદ વાપસી કરતા ટાઈટલ જીત્યું હતું. મહેન્દ્ર સિંહ ધોનીએ ઘણા યુવરા ખેલાડીઓને આગળ લાવવાનું શાનદાર કામ કર્યું છે. યુવા ખેલાડીઓ પર ભરોસો કરતા એક કેપ્ટન તરીકે મોટી બાબત હોય છે અને આ માહીએ કરી દેખાડ્યું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY