સહેવાગ, આફ્રીદી અને મેક્કુલમ થશે ટી-૧૦ લીગના આઇકન ખેલાડી

0
198
Virendra Sehwag among three icons named for T10 Cricket League Season 2

ભૂતપૂર્વ દિગ્ગજ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સહેવાગને ટી-૧૦ લીગની બીજી સીઝન માટે આઇકન ખેલાડી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેના સિવાય પાકિસ્તાનના ભૂતપૂર્વ દિગ્ગજ કેપ્ટન અને ઓલરાઉન્ડર શાહિદ આફ્રીદી અને ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમને પણ આઇકન ખેલાડી તરીકે પસંદ કર્યા છે.

ટી-૧૦ લીગની બીજી સીઝન ૨૩ નવેમ્બરથી ૨ ડિસેમ્બર સુધી શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. આ વખતે આ સીઝનમાં કુલ મળી ૨૯ મેચ રમાશે. તમને જણાવી દઈએ કે, ટી-૧૦ લીગમાં ૧૦-૧૦ ઓવરોની મેચ રમાઈ છે. પ્રથમ સિઝનમાં માત્ર ૪ દિવસ સુધી આ ટુર્નામેન્ટ રમાઈ હતી અને તેમાં ૬ ટીમોએ ભાગ લીધો હતો પરંતુ આ વખતે બે વધુ ટીમો તેમાં જોડાઈ છે. છેલ્લી સીઝન કેરલા કિંગ્સ, પંજાબ લીજેન્ડ્સ, મરાઠા એરેબીયન્સ, બંગાળ ટાઈગર્સ, રાજપૂત અને કોલંબો લાયન્સની ટીમે ભાગ લીધો હતો. આ વાખતે ધ કરાચીયન્સ અને નાર્દન વોરિયર્સની ટીમો પણ આ લીગમાં ભાગ લેશે.

આ લીગમાં ઘણા દિગ્ગજ ખેલાડી આ વખતે જોવા મળશે, જેમાં શેન વોટ્સન, ઇયોન મોર્ગન, રાશિદ ખાન, શોએબ મલિક, સુનીલ નારાયણ અને ડેરેન સેમી જેવા ખેલાડી છે. ટી-૧૦ લીગમાં રોશન મ્હાનામા અને વસીમ અકરમને ટેકનીકી સમિતિ અને પ્રતિભા શોધ કાર્યક્રમના નિર્દેશક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. છેલ્લા વર્ષે પખતુન્સ તરફથી શાહિદ આફ્રીદી, પંજાબી લીજેન્ડ્સ તરફથી મિસ્બાહ ઉલ હક, મરાઠા એરેબીયન્સ તરફથી વીરેન્દ્ર સહેવાગ અને કુમાર સંગાકારા, કોલંબો લાયન્સ તરફથી શોએબ મલિક અને બંગાલ ટાઈગર્સ તરફથી સરફરાઝ અહેમદે ભાગ લીધો હતો.

છેલ્લી સીઝનમાં વીરેન્દ્ર સહેવાગનું પ્રદર્શન આ લીગમાં સારૂ રહ્યું નહોતું. પ્રથમ મેચમાં શૂન્ય પર આઉટ થઈ ગયા હતા. શાહિદ આફ્રીદીએ તેમને પ્રથમ જ બોલ પર આઉટ કરી દીધા હતા. ત્યાર બાદ મેચમાં તેમની બેટિંગ આવી નહોતી અને આગળની મેચમાં તે રમી શક્યા નહોતા. કેરલા કિંગ્સે પ્રથમ સીઝનનું ટાઈટલ પોતાના નામે કર્યું હતું.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY