બાંગ્લાદેશ સામેની વનડે સીરીઝ માટે વેસ્ટ ઇન્ડીઝ ટીમની જાહેરાત

0
145
West Indies Darren Bravo returns for Bangladesh ODIs

મધ્યક્રમના બેટ્સમેન ડેરેન બ્રાવોને બે વર્ષ બાદ વેસ્ટ ઇન્ડીઝની વનડે ટીમમાં જગ્યા આપવામાં આવી છે. કેરેબિયન ટીમે બાંગ્લાદેશ સામે ત્રણ મેચની શ્રેણી માટે ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે.

ડાબા હાથના બેટ્સમેન ડેરેન બ્રાવોએ પોતાની ૯૬ વનડે મેચમાંથી અંતિમ મેચ ઓક્ટોબર ૨૦૧૬ માં પાકિસ્તાન સામે રમી હતી. તે ભરતા સામે ટી-૨૦ શ્રેણી દરમિયાન વેસ્ટ ઇન્ડીઝના ટીમના ભાગ હતા ત્યાર બાદ તેમની હવે વનડે ટીમમાં પણ વાપસી થઈ ગઈ છે. ટી-૨૦ કેપ્ટન કાર્લોસ બ્રેઈથવેઇટ અને રોસ્ટણ ચેઝને પણ ઢાકામાં રમાવનારી શ્રેણી માટે વેસ્ટ ઇન્ડીઝની ટીમમાં પસંદ કરવામાં આવ્યા છે. આ ટીમમાં માર્લોન સેમ્યુઅલ્સ, શિમોન હેટમાયર, ડેરેન બ્રાવો જેવા સ્ટાર બેટ્સમેન પણ રહેલા છે. જયારે રોસ્ટન ચેઝ, સુનીલ એમ્બ્રિસ, કાર્લોસ બ્રેઈથવેઇટ જેવા ટીમમાં ઓલરાઉન્ડર બેટ્સમેન રહ્યા છે. બોલિંગમાં જવાબદારી દેવેન્દ્ર બિશુ, કીમો પોલ,ઓસેન થોમસ પર રહેશે.

વેસ્ટ ઇન્ડીઝ ટીમ આ પ્રકાર છે : રોવમેન પોવેલ (કેપ્ટન), માર્લોન સેમ્યુઅલ્સ, દેવેન્દ્ર બિશુ, રોસ્ટન ચેઝ, ચંદ્રપોલ હેમરાજ, શિમોન હેટમાયર, ડેરેન બ્રાવો, શાઈ હોપ, કાર્લોસ બ્રેઈથવેઇટ, કીમો પોલ, કેરોન પોવેલ, ફેબિયન એલન, કેમાર રોચ, સુનીલ એમ્બ્રિસ, ઓસેન થોમસ

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY