એરટેલે લોન્ચ કર્યો ૨૮૯ રૂપિયા વાળો પ્લાન, આપશે આ ફાયદા

0
184
Airtel launches Rs 289 prepaid plan with unlimited voice calls

દેશની દિગ્ગજ ટેલીકોમ કંપની એરટેલે પોતાના ૨૮૯ રૂપિયા વાળા પ્રીપેડ પ્લાન અપડેટ કર્યો છે. એરટેલ આ પ્લાનના આધારે પોતાના યુઝર્સને હવે ૪ જીબી ડેટા આપશે, તેની સાથે જ આ પ્લાનની સમય સીમા ૮૪ દિવસની કરી દેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે, વોડાફોને તાજેતરમાં ૨૭૯ રૂપિયા વાળો પ્લાન લોન્ચ કર્યો છે, જેમાં ૮૪ દિવસની વેલીડીટી સાથે ગ્રાહકોને અનલીમીટેડ કોલ, દરરોજ ૧૦૦ એસએમએસ અને ૪ જીબી ડેટાની સુવિધા આપવામાં આવી રહી છે. વોડાફોનના આ પ્લાનને ટક્કર આપવા માટે હવે એરટેલે પણ પોતાનો પ્લાન રિવાઈઝ કરી વેલીડીટી અને ડેટા વધાર્યો છે.

ઉલ્લેખનીય છે કે, એરટેલે આ પ્લાન સપ્ટેમ્બરમાં લોન્ચ કર્યો હતો, જેમાં અત્યાર સુધી અનલિમિટેડ લોકલ/એસટીડી કોલ, દરરોજ ૧૦૦ એસએમએસ અને ૧ જીબી ડેટાની સુવિધા આપવામાં આવી રહી હતી. તેની વેલીડીટી ૪૮ દિવસની હતી. પરંતુ હવે કંપનીનો પ્લાન રિવાઈઝ કરી દીધો છે ત્યાર બાદ તેની વેલીડીટી ૩૬ દિવસ વધારી દેવામાં આવી છે, એટલે હવે યુઝર્સ ૮૪ દિવસ સુધી આ સુવિધાનો આનંદ ઉઠાવી શકશે.

તેમ છતાં એરટેલને કોલ કરવા માટે કોઈ એફયુપી લીમીટ સેટ કરી નથી, એટલે ગ્રાહક કોઈ વધારાના ચાર્જ વગર અમર્યાદિત કૉલ્સનો આનંદ ઉઠાવી શકશે. જયારે વોડાફોન પ્લાનમાં એક દિવસમાં ૨૫૦ અને એક અઠવાડિયામાં ૧૦૦૦ મિનીટની લીમીટ આપવામાં આવી છે. એરટેલનો આ પ્લાન કોલકાતા, આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક અને કેરળ માટે છે. જયારે વોડાફોનનો પ્લાન કર્ણાટક અને મુંબઈ માટે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY