Airtel નો આ નવો પ્લાન વોડાફોનને આપી રહ્યો છે ટક્કર

0
299
Airtel Rs. 399 Postpaid Plan Now Offers 20GB Additional Data to Take on Vodafone

જો તમે Airtel ના પોસ્ટપેડ યુઝર્સ છો તો તમારા માટે એક સારા સમાચાર છે. એરટેલે પોતાના સૌથી ઓછી કિંમત વાળા ઇન્ફિનિટી પોસ્ટપેડ પ્લાનને એડિશનલ ડેટા બેનીફીટ્સની સાથે એક વખત ફરીથી બજારમાં ઉતારી દીધો છે. આ પેકમાં પહેલા ૩૯૯ રૂપિયામાં મહિનાના હિસાબથી ૨૦ જીબી ડેટા મળતો હતો, પરંતુ હવે તેમાં યુઝર્સને વધારાનો ૨૦ જીબી ડેટા મળશે. જે એક વર્ષ સુધીમાં ઉપયોગ કરી શકાશે.

૩૯૯ રૂપિયા વાળા આ ઇન્ફિનિટી પોસ્ટપેડ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ લોકલ, STD અને રોમિંગ આઉટગોઇંગ કોલ્સની ફેસિલીટી મળશે. તેના સિવાય ૨૦ જીબી ૩જી/૪જી ડેટા રોલ ઓવર ફેસિલીટીની સાથે મળશે. રોલઓવરનો અર્થ છે કે, જો તમે આ ડેટાનો ઉપયોગ કરશો નહી તો આ આગામી મહીને એડ થતો જશે. તેના સિવાય આ પ્લાનમાં યુઝર્સને Wynk Music ની સબ્સક્રિપ્શન પણ ફ્રી મળશે. ૩૯૯ રૂપિયા વાળા આ

ઇન્ફિનિટી પોસ્ટપેડ પ્લાનની જાણકારી કંપનીએ પોતાની ઓફિશિયલ વેબસાઈટ દ્વ્રારા આપી છે.
તમને જણાવી દઈએ કે, એરટેલનો આ ૩૯૯ રૂપિયા વાળો પ્લાન વોડાફોનના RED પોસ્ટપેડ પ્લાનથી સીધી ટક્કરમાં છે જેમાં વોડાફોન યુઝર્સને ૪૦ જીબી ડેટા દરમહિને અને એમોઝોન પ્રાઈમ સબ્સક્રિપ્શનની સુવિધા એક વર્ષ માટે મળે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY