વોડાફોન અને જિયોને ટક્કર આપી રહ્યો છે એરટેલનો આ પ્લાન

0
267
Airtel's Rs 159 prepaid plan offers unlimited calling, 1GB daily data

ટેલીકોમ માર્કેટમાં લોકોને પોતાની તરફ આકર્ષિત કરવા માટે એરટેલે ૧૫૯ રૂપિયાનું નવો પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગ સાથે દરરોજ નેશનલ અને લોકલ ૧૦૦ ફ્રી એસએમએસની સુવિધા મળશે. તેના સિવાય પ્લાનમાં ૩જી/૪જી નુ ૧ જીબી ડેટા પણ મળશે. તમને જણાવી દઈએ કે, આ નવા પ્લાનની વેલીડીટી ૨૧ દિવસની છે.

તેમ છતાં જો યુઝર્સનું પ્રાઈમરી કનેક્શન એરટેલ છે તો તેમને દરરોજ ૧ જીબી ડેટા મળશે, પરંતુ જો આ તમારુ ટેમ્પરેરી કનેક્શન છે, તો તેમને માત્ર ૧ જીબી ડેટા મળશે જોકે ૨૧ દિવસ સુધીની માન્યતા સુધી માન્ય છે. માનવામાં આવી રહ્યું છે કે, આ નવો પ્લાન જિયોના ૧૪૯ રૂપિયા અને વોડાફોનના ૧૫૯ રૂપિયાના પ્લાનને ટક્કર આપશે.

વોડાફોન અને જિયો
વોડાફોનના ૧૫૯ રૂપિયાના પ્લાનમાં યુઝર્સને ૩જી/૪જી નો ૧ જીબી ડેટા દરરોજ મળશે. તેના સિવાય અનલિમિટેડ વોઈસ કોલિંગ સહિત દરરોજ ૧૦૦ ફ્રી એસએમએસની સુવિધા પણ મળશે. જયારે જિયોના ૧૪૯ રૂપિયા વાળા પ્લાનમાં યુઝર્સને ૨૮ દિવસની વેલીડીટી સિવાય અનલિમિટેડ કોલિંગની સુવિધા મળશે. પ્લાનમાં દરરોજ ૧.૫ જીબીનો ૪જી ડેટા, ૧૦૦ ફ્રી એસએમએસની સુવિધા મળે છે. એવામાં જોવાનું રહેશે કે, એરટેલના નવા પ્લાન યુઝર્સને પોતાની તરફ ખેંચી શકે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY