આ રીતે સ્માર્ટફોનને બનાવો એક સ્માર્ટ સ્કેનર

0
2284

1. સ્માર્ટફોનને બનાવો એક સ્માર્ટ સ્કેનર

આજના સમયમાં એવું કોઈ કામ નથી જે તમારો સ્માર્ટફોન ન કરી શકે. જો તમે કોઈ ડોક્યુમેન્ટ સ્કેન કરીને કોઇને મોકલવા માંગો છો તો તે સમયે તમારી આસપાસ Scanner ઉપલબ્ધ નથી. તો હેરાન થવાની જરૂર નથી. કારણ કે, એવા સમયે તમારો સ્માર્ટફોન તમારી મદદ કરી શકે છે. તમે પોતાના ફોનમાં કેટલીક એપ્લીકેશનનાં માધ્યમથી ક્યારેય પણ ડોક્યુમેન્ટ સ્કેન કરી શકો છો. આવો અમે જણાવીએ એવી કેટલીક ખાસ Scanner એપ્લીકેશન વિશે જણાવીશું…

2. સ્માર્ટફોનને બનાવો એક સ્માર્ટ સ્કેનર

– કેમસ્કેનર
અ એપ્લીકેશનનો ઉપયોગ તમે કોઈ ડોક્યુમેન્ટ અથવા ફોટોથી સ્કેન કરી શકો છો. આ એપ્લીકેશન સ્કેનીંગ દરમિયાન તમને પેપરનો આકાર સેટ કરવામાં પણ મદદ મળશે. સાથે જ તમે તેમાં પેપરને ક્રોપ કરીને માત્ર તેટલું જ પેપર સ્કેન કરી શકો છો, જેટલાની તમને જરૂર છે. કેમસ્કેનરથી સ્કેન કરવામાં આવેલ ડોક્યુમેન્ટ એકદમ સ્પષ્ટ હશે. આ એપને ગૂગલ ડોક્સ અથવા ગૂગલ બોક્સથી ઇન્ટીગ્રેટ પણ કરી શકો છો.

3. સ્માર્ટફોનને બનાવો એક સ્માર્ટ સ્કેનર

– ફાસ્ટ સ્કેનર
આ એપ્લીકેશનનાં માધ્યમથી એન્ડ્રોઈડ ગ્રાહકો મલ્ટીપલ પેજ જેવા કોઈ ડોક્યુમેન્ટ, નોટ્સ, ઇનવોઇસ, બિઝનેસ ઈમેજને ઘણી જ સ્પષ્ટતા સાથે સ્કેન કરી શકે છે. ફાસ્ટ સ્કેનરથી સ્કેન કરવામાં આવેલ ડોક્યુમેન્ટને PDF અથવા JPG ફાઈલનાં રૂપમાં પ્રિન્ટ લેવા અથવા પ્રિન્ટ લેવા સિવાય ઈમેલ પણ કરી શકો છો. આ એપમાં સ્કેનીંગ દરમિયાન તમને ઈમેજ એડીટીંગ ઓપ્શન પણ મળશે.

4. સ્માર્ટફોનને બનાવો એક સ્માર્ટ સ્કેનર

– ડોક્યુમેન્ટ સ્કેનર
એન્ડ્રોઈડ ફોન ગ્રાહકો માટે ડોક્યુમેન્ટ સ્કેનર પણ એક સ્કેનીંગની એક સારી એપ્લીકેશન છે. તેમાં તમે કોઈ પણ ડોક્યુમેન્ટ કરી સ્પષ્ટતા સાથે સ્કેન કરી શકે છે. સાથે જ તેમાં સીધા ગૂગલ ડોક્સ અને ડ્રોપબોક્સમાં અપલોડિંગની પણ સુવિધા ઉપલબ્ધ છે.

5. સ્માર્ટફોનને બનાવો એક સ્માર્ટ સ્કેનર

– મોબાઈલ ડોક સ્કેનર ૩ લાઈટ
આ એપ્લીકેશન કોઈ પણ ઈમેજને PDF ફોરમેટમાં ટ્રાન્સફર કરી શકે છે. તેમાં તમને સ્કેનીંગ દરમિયાન હાઈ ક્વોલિટી ડોક્યુમેન્ટ એજ ડિટેકશન અને કરેક્શન જેવા ફીચર્સ ઉપલબ્ધ છે. સાથે જ તમે મોબાઈલ ડોક સ્કેનર ૩ લાઈટથી સ્કેનીંગ કરતા સમયે ખરાબ ઈમેજ ક્વોલિટીને પણ શ્રેષ્ઠ કરી શકો છો.

6. સ્માર્ટફોનને બનાવો એક સ્માર્ટ સ્કેનર

– ટીની સ્કેનર
આ એપ્લીકેશન ડોક્યુમેન્ટને સ્કેન કરવા સિવાય ઈમેજ અને પીડીએફ ફાઈલ ને પણ સ્કેન કરી શકે છે. તેનો ઉપયોગ એન્ડ્રોઈડ ફોન અને ટેબ્લેટ બંને પર કરવામાં આવી શકે છે. ટીની સ્કેનર કરવામાં આવેલ ડોક્યુમેન્ટને ઈમેઈલ કરવાની સાથે જ ડ્રોપબોક્સ, એવરનોટ, ગૂગલ ડ્રાઈવ અને બોક્સ પર પણ ઇન્ટીગ્રેટ કરી શકો છો. તેમજ તમે ટીની ફેક્સ એપનો ઉપયોગ કરીને ફોનથી ફેક્સ પણ મોકલી શકો છો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY