BSNL પોતાના આ પ્લાનમાં આપી રહ્યું છે ૭૫૦ જીબી ડેટા

0
860
BSNL Offers 750GB Data, 100Mbps speed with Rs.1277 FTTH Plan

ટેલીકોમ ઓપરેટર કંપની BSNL એ યુઝર્સ માટે નવો FTTH (ફાઈબર-ટુ-ધ-હોમ) પ્લાન પ્રસ્તુત કર્યો છે, જેની કિંમત ૧૨૭૭ રૂપિયા છે. આ પ્લાનમાં યુઝર્સને ૭૫૦ જીબી ડેટા મળશે અને તેની સ્પીડ ૧૦૦Mbps ની હશે. જયારે, ડેલી લીમીટ સમાપ્ત થવા પર સ્પીડ ઘટીને ૨Mbps થઈ જશે અને ડેટા મળતો રહેશે. આ પ્લાનની વેલીડીટી ૯૦ દિવસની જ છે.

કોઈ પણ નેટવર્ક પર કરી શકશે અનલિમિટેડ કોલ્સ : ડેટા સિવાય, કંપની આ પ્લાનમાં કોઈ પણ નેટવર્ક પર અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા આપી રહી છે. યુઝર્સને એક ઈમેલ આઈડી પણ મળશે જેમાં ૧ જીબી ફરી ક્લાઉડ સ્ટોરેજની સુવિધા મળશે.

૭૭૭ રૂપિયા વાળા પ્લાન : તમને જણાવી દઈએ કે, BSNL એ ૭૭૭ રૂપિયા વાળો પ્લાન પણ લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને ૫૦૦ જીબી ડેટા ૫૦Mbps ની સ્પીડમાં મળશે. જ્યારે, ડેલી લીમીટ સમાપ્ત થવા પર સ્પીડ ઘટીને ૨Mbps થઈ જાશે અને ડેટા મળવાનું ચાલુ રહેશે. તેમાં યુઝર્સને અનલિમિટેડ વોઈસ કોલિંગની સુવિધા પણ મળશે, જેના આધારે કસ્ટમર્સ દેશમાં કોઈ પણ નેટવર્ક પર કોલ કરી શકશે.

આ અગાઉ BSNL એ પોતાના નવા ગ્રાહકો માટે નવા બ્રોન્ડબેંડ પ્લાન્સની જાહેરાત કરી હતી. કંપનીએ ૯૯, ૧૯૯, ૨૯૯ અને ૩૯૯ રૂપિયાના BBG ULD કોમ્બો બ્રોન્ડબેંડ પ્લાન્સ પ્રતિદિવસ ડેટા લીમીટ સાથે પ્રસ્તુત કર્યો હતો. આ ચારો પ્લાન્સમાં ૨૦Mbps ની સ્પીડથી ડેટા મળશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY