જિયો ગીગાફાઈબરને ટક્કર આપવા બીએસએનએલે લોન્ચ કર્યો સૌથી સસ્તો બ્રોડબેન્ડ પ્લાન

0
167
BSNL Rs 99 entry-level broadband plan offers 45GB data at 20Mbps

જિયો ગીગાફાઈબરને પડકાર આપવા માટે બીએસએનએલે પોતાના અત્યાર સુધીના સૌથી સસ્તા બ્રોડબેન્ડ પ્લાન પ્રસ્તુત કર્યો છે જેની કિંમત ૯૯ રૂપિયા છે. તેના સિવાય કંપનીએ ૧૯૯ રૂપિયા, ૨૯૯ રૂપિયા અને ૩૯૯ રૂપિયાના પ્લાન્સને પ્રસ્તુત કર્યો છે. આ ચારો પ્લાન ડેલી ડેટા અને ૨૦ એમબીપીએસ ની સ્પીડ સાથે આવે છે અને તેમાં અનલિમિટેડ કોલિંગ પણ મળે છે. જયારે બીએસએનએલના આ પ્લાન્સ પ્રમોશનલ બેસિસ પર ઉતારવામાં આવ્યો છે. તેના માટે નવા યુઝર્સને ૫૦૦ રૂપિયાની સિક્યોરીટી ડીપોઝીટ આપવી પડશે. પછી ૬ મહિના બાદ આ યુઝર્સ આ પ્લાન્સ સિવાય કોઈ અન્ય પ્લાન લઇ શકશે.

બીએસએનના સૌથી સસ્તા બ્રોડબેન્ડ પ્લાનની કિંમત ૯૯ રૂપિયા છે. આ પ્લાનમાં યુઝર્સને કુલ ૪૫ જીબી હાઈ-સ્પીડ ડેટાનો લાભ મળે છે. યુઝર્સને પ્રતિદિવસ આ પ્લાનમાં ૧.૫ જીબી ડેટા ૨૦ એમબીપીએસની સ્પીડથી મળશે. ત્યાર બાદ સ્પીડ ઘટીને ૧ એમબીપીએસ થઈ જશે.

૧૯૯ રૂપિયાના પ્લાનમાં યુઝર્સને કુલ ૧૫૦ જીબી હાઈ-સ્પીડ ડેટાનો લાભ મળે છે. યુઝર્સને પ્રતિદિવસ આ પ્લાનમાં ૫ જીબી ડેટા ૨૦ એમબીપએસની સ્પીડથી મળશે. ત્યાર બાદ સ્પીડ ઘટીને ૧ એમબીપએસ થઈ જાય છે.

૨૯૯ ના પ્લાનમાં યુઝર્સને કુલ ૩૦૦ જીબી હાઈ-સ્પીડ ડેટાનો લાભ મળે છે. યુઝર્સને પ્રતિદિવસ આ પ્લાનમાં ૧૦ જીબી ડેટા ૨૦ એમબીપએસની સ્પીડથી મળશે. ત્યાર બાદ સ્પીડ ઘટીને ૧ એમબીપએસ થઈ જાય છે.

૩૯૯ રૂપિયા વાળા પ્લાનમાં યુઝર્સને કુલ ૬૦૦ જીબી હાઈ-સ્પીડ ડેટાનો લાભ મળે છે. યુઝર્સને પ્રતિદિવસ આ પ્લાનમાં ૨૦ જીબી ડેટા ૨૦ એમબીપીએસની સ્પીડથી મળશે. ત્યાર બાદ સ્પીડ ઘટીને ૧ એમબીપએસ થઈ જશે. એવામાં જોવા એ રહેશે કે, જિયો ગીગા ફાઈબરની લોંચિંગ બાદ બીએસએનએલના આ પ્લાન્સ તેને કેટલો પડકાર આપી શકશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY