લો બોલો….બીએસએનએલના ૧૫૫ રૂપિયાના રિચાર્જમાં મળશે ૩૨ જીબી ડેટા

0
125
BSNL STV 155 is offering whopping 34GB Data

ટેલિકોમ માર્કેટમાં યુઝર્સને પોતાની તરફ આકર્ષિત કરવા માટે બીએસએનએલે ૧૫૫ રૂપિયાનો પેક લોન્ચ કર્યો છે. આ પ્લાનમાં યુઝર્સને ૧૭ દિવસની વેલીડીટી સાથે ૨ જીબી ડેટા પ્રતિદિવસ આપવામાં આવી રહ્યો છે. એટલે યુઝર્સ કુલ ૩૪ જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. કંપનીએ તેને પહેલા પ્રમોશનલ પ્લાન તરીકે લોન્ચ કર્યો હતો. પરંતુ હવે આ ઓપન માર્કેટમાં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, આ પ્લાનમાં પહેલા ૧.૫ જીબી ડેટા આપવામાં આવતો હતો, પરંતુ હવે તેમાં ૨ જીબી ડેટા આપવામાં આવી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, કંપનીના આ નવા પ્લાનનો મુકાબલો જિયોના ૧૪૯ રૂપિયા વાળા પ્લાનથી થશે. જિયોના આ પ્લાનમાં યુઝર્સને ૧.૫ જીબી ડેટા દરરોજ મળે છે અને પ્લાનની વેલીડીટી ૨૮ દિવસ માટે છે.

જયારે આ અગાઉ બીએસએનએલે ૧૪ રૂપિયા, ૨૯, ૪૦, ૫૭, ૬૮, ૭૮, ૮૨,૮૫, ૧૯૮ અને ૨૪૧ રૂપિયાના પ્લાનમાં પણ ફેરફાર કર્યો છે જ્યાં યુઝર્સને હવે વધુ ડેટા આપવામાં આવી રહ્યો છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY