સ્માર્ટફોન ચાર્જ કરતી વખતે તમે પણ કરો છો આ ભૂલો!

0
530

1. સ્માર્ટફોન ચાર્જ કરતા ન કરો આ ભૂલો

જો તે વાત પર ધ્યાન આપીએ તો Smartphone જેવા નાના ડિવાઈસે કોમ્પ્યુટર અને લેપટોપને પણ ઓવર ટેક કરી લીધું છે. હવે એવા કામ કે જેના માટે કોમ્પ્યુટર પર બેસવું પડતું હતું. તે Smartphone પર પૂરા થઇ જાય છે. ત્યાં સુધી કે, એપ્સ વગેરેની મદદથી સ્માર્ટફોન હવે કોમ્પ્યુટરથી પણ વધારે ફાસ્ટ થઇ ચુક્યા છે. ઓનલાઈન શોપિંગ, બિલ પેમેન્ટ, મૂવી ટીકીટ બુકિંગથી લઈને વિડીયો જોવાનું, મૂવી જોવાનું વગેરે ફોન પર જ થાય છે.

એક તરફ સ્માર્ટફોન આપણી લાઈફનો અગત્યનો ભાગ બની ગયો છે, પરંતુ શું તમે તેટલું જ ધ્યાન તેના પ્રોટેક્શન પર આપો છો? કદાચ નહી! તમારામાંથી ઘણા યુઝર્સ હશે જે સ્માર્ટફોનને લઈને ઘણા જ બેદરકાર હશે, તો આજે અમે તમારું ધ્યાન તેના પર દોરવીશું, આવો જાણીએ….

2. સ્માર્ટફોન ચાર્જ કરતા ન કરો આ ભૂલો

રાખો ખાસ ધ્યાન…
આપણામાંથી કેટલાક યુઝર્સને આદત હોય છે કે, પોતાના ગેજેટ્સને ગમે ત્યાં મૂકી દે છે. ફોનને ગમે રાખતા પહેલા તેની સેફ્ટી વિશે વિચારતા નથી. અને પછી કેટલીક વાર તેના લીધે ભારે નુકસાન ઉઠાવવું પડે છે. તેથી જ સારું રહેશે કે, તમે ફોન અથવા અન્ય ગેજેટ્સને રાખતા પહેલા ક્યા અને કેવી રીતે રાખી રહ્યા છો તે જોઇલો.

3. સ્માર્ટફોન ચાર્જ કરતા ન કરો આ ભૂલો

પ્રીમિયમ કવર અને કેસ
પોતાના સ્માર્ટફોનને હંમેશા સાફ અને સુકા સ્થાન પર રાખો. પાણી ફોનને નુકસાન પહોંચાડે છે. પાણી સિવાય તમારા ફોન પર પરસેવાનો પ્રભાવ પડી શકે છે. તેથી જરૂરી છે કે, તમારો ફોન વોટર પ્રૂફ હોય. માર્કેટમાં કેટલાક સ્માર્ટફોન વોટરપ્રૂફ નથી હોતા, જોકે ત્રણ માટે વોટરપ્રૂફ કેસ તમને સરળતાથી મળી જશે. એક સારી ક્વોલિટીનો વોટરપ્રૂફ કેસ ફોન માટે સારું રહેશે.

4. સ્માર્ટફોન ચાર્જ કરતા ન કરો આ ભૂલો

સ્ક્રીન પ્રોટેક્ટર્સ
એક સ્માર્ટફોનની સ્ક્રીન તેનો સૌથી જરૂરી પાર્ટ્સ છે, સાથે જ તે સૌથી વધારે નાજુક પણ હોય છે. ફોનની સ્ક્રીનને લઈને નાની બેદરકારી પણ યુઝર્સને ભારે પડી શકે છે. કેટલીક વાર ફોનની સ્ક્રીન એટલી ડેમેજ થઇ જાય છે કે, તેને રિપેર કરવી મુશ્કેલ બની જાય છે. તેનાથી બચવા માટે યુઝર્સ પોતાના ફોન માટે શ્રેષ્ઠ પ્રોટેક્ટર ખરીદી શકે છે, જેમકે ટેમ્પર્ડ ગ્લાસ.

5. સ્માર્ટફોન ચાર્જ કરતા ન કરો આ ભૂલો

ચાર્જ અથવા ઓવર ચાર્જ
સ્માર્ટફોનનાં ચાર્જીંગને લઈને સૌથી વધારે અફવાઓ સાંભળવા મળે છે. કોઈ કહે છે ફોનને વધારે ચાર્જ ન કરવો જોઈએ, તો કોઈ કહે છે બેટરી એકદમ લો પણ ન થવી જોઈએ. આજના સમયમાં સ્માર્ટફોનને વધારે ચાર્જ કરવાની જરૂર પડે છે કારણ કે, તે જલ્દી જ ડિસ્ચાર્જ પણ થઇ જાય છે. જેનું કારણ છે, કે ફોનનો વધારે પડતો ઉપયોગ. ફોનનેફૂલ ચાર્જ કર્યા છતાં ચાર્જમાં જ લગાવી ન રાખવો જોઈએ, જેથી બેટરી પર તેની અસર ન થાય.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY