WhatsApp પર શેર થઈ શકશે ફેસબુકની પોસ્ટ, જાણો શું છે ફેરફાર

0
540

1. WhatsApp પર શેર થઈ શકશે ફેસબુકની પોસ્ટ, જાણો શું છે ફેર...

ફેસબુક પર કરવામાં આવેલી પોસ્ટને જલ્દી જ તમે સીધા વ્હોટ્સએપ પર શેર કરી શકશો. જાણવા મળ્યું છે કે, મોબાઈલ એપ માટે ફેસબુક નવા ફીચરની ટેસ્ટીંગ કરી રહ્યા છે. ફેસબુક એપના બીટા વર્ઝન ઉપયોગ કરનાર ઘણા યુઝર્સને આ વાતની જાણકારી આપી છે.

તેમ છતાં અત્યારે ફેસબુક અથવા વ્હોટ્સએપની જેમ આ બાબતમાં કોઈ આધિકારિક જાણકારી આપવામાં આવી નથી. ફેસબુક એપમાં ‘શેર’ બટન પર ટેપ કર્યા બાદ, તમને ‘શેર નાઉ’ અને ‘રાઈટ પોસ્ટ’ ના વિકલ્પ જોવા મળે છે. પરંતુ બીટા યુઝર્સને ‘સેંડ ઇન વ્હોટ્સએપ’ નામથી ત્રીજો વિકલ્પ જોવા મળી રહ્યો છે.

2. WhatsApp પર શેર થઈ શકશે ફેસબુકની પોસ્ટ, જાણો શું છે ફેર...

આ ઓપ્શનને પસંદ કર્યા બાદ તમે ફેસબુકથી કોઈ કોન્ટેન્ટ, ઈમેજ અથવા વિડીયોને સીધો વ્હોટ્સએપ પર પોતાના કોઈ પણ કોન્ટેન્ટની સાથે શેર કરી શકશો. તેના માટે ફેસબુકથી એક લિંક જનરેટ થશે. અમુક યુઝર્સને આ ફિચર ઘણું કામ આવી શકે છે, ખાસતરીકે બિઝેનસ કમ્યુનિટીના માટે.

3. WhatsApp પર શેર થઈ શકશે ફેસબુકની પોસ્ટ, જાણો શું છે ફેર...

ફેસબુકનો ફોકસ પણ બિઝેનસ માટે આ ફીચરના ઉપયોગને વધારવાનો છે. તેના દ્વ્રારા બ્રાંડ અને યુઝર્સ, બંને સરળતાથી પોતાની પ્રોડક્ટની પોસ્ટને ફેસબુકના માર્કેટ પ્લેસ પર ફીચર કરવાની સાથે જ વ્હોટ્સએપ પર પણ જોવા મળી શકશે, જે બીઝનેસને વધારવામાં તેમને મદદ મળશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY