Facebook એ સસ્પેન્ડ કરી ૨૦૦ એપ્સ, યુઝર્સને ડેટા એક્સેસ કરવાનો લાગ્યો આરોપ

0
329
Facebook

કેમ્બ્રિજ એનાલીટીકા સ્કેન્ડલ બાદ Facebook એ પોતાના એપ્સ સહીત યુઝર્સની ડેટા પોલીસીમાં ઘણા નાના મોટા બદલાવ કર્યા છે. હવે હજારો એપ્સની તપાસ બાદ Facebook એ યુઝર્સની સુરક્ષાને ધ્યાનમાં રાખતા લગભગ ૨૦૦ એપ્સને સસ્પેન્ડ કરી છે. ફેસબુકે આરોપ લગાવતા કહ્યું કે, આ એપ્સ યુઝર્સના ડેટાને જરૂર કરતા વધારે એક્સેસ કરી રહી હતી જે કારણે અમે તેને અમારા પ્લેટફોર્મ પરથી હટાવી દીધી છે.

ફેસબુકના પ્રોડક્ટ પાર્ટનરશીપ વાઈસ પ્રેસીડેન્ટ ઈમી આર્કબોંગે જાણકારી આપતા જણાવ્યું કે, અત્યારે આ કેસની તપાસ ચાલી રહી છે. અમારી પાસે એક્સપર્ટસની એક મોટી ટીમ છે. જે સંવેદનશીલ એપ્સની તપાસ કરી રહી છે. તેમણે જણાવ્યું કે, અત્યારે આ ક્ષેત્રમાં વધારે કામ કરવાની આવશ્યકતા છે. જેનાથી અમને ખબર પડી જશે કે, કેટલી એપ્સ વધારે છે જે યુઝર્સના ડેટાને ખોટી રીતે ઉપયોગ કરી રહી છે.

લગભગ ૮ કરોડ યુઝર્સના ડેટા ચોરી થયા બાદ ફેસબુકના સીઈઓ માર્ક ઝુકરબર્ગે દરેક અપની તપાસ કરવાનો વાયદો કર્યો હતો. તેમનો ઉદ્દેશ યુઝર્સના ડેટા એક્સેસ કરનારી એપ્સને લોકો સુધી પહોંચતી રોકવાનો હતો. ઈમી આર્કબોંગે જણાવ્યું કે, ડેટા સુધી પહોંચ રાખનારી એપ્સની તપાસ કરવામાં આવી રહી છે. ત્યાં બીજા ચરણ હેઠળ એપને લઈને શંકા થવા પર પુછતાછ કરવામાં આવી રહી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY