Facebook આગામી વર્ષે લોન્ચ કરશે ઇન્ટરનેટ સેટેલાઈટ ‘અથેના’

0
1711
Facebook Launch Its Own Satelite Athena Next Year

લોકપ્રિય ફેસબુક સાઈટ Facebook આગામી વર્ષે પોતાનો ઇન્ટરનેટ સેટેલાઈટ ‘અથેના’ લોન્ચ કરશે. ફેસબુક મુજબ હજુ પણ અરબો લોકો ઓફલાઈન છે તેમને ફેસબુક સાથે જોડવામાં લક્ષ્ય સાથે વર્ષ ૨૦૧૯માં અથેના સેટેલાઈ લોન્ચ કરે તેવી શક્યતા છે. એક અહેવાલ અનુસાર, અમેરિકી સંઘીય સંચાર આયોગ( એફસીસી) સમક્ષ ફેસબુક દ્વારા પોઈન્ટવ્યુ ટેક એલએલસી નું નામ દાખલ કરવામાં અરજી કરવામાં આવી છે. આ પરિયોજનામાં દુનિયાભરમાં અનેક વિસ્તારોમાં કુશળતા પૂર્વક બ્રોડબેન્ડ પહોંચાડવા માટેની ડીઝાઈન તૈયાર કરવામાં આવી છે.

ફેસબુકમાં હાલ અર્થ ઓર્બીટમાંથી સેટેલાઈટના માધ્યમથી ઇન્ટરનેટની પહોંચ વધારનારી દિશામાં કામ કરનારી એક જ કંપની છે. એલન મસ્કની સ્પેસ એક્સ અને સોફ્ટબેંક દ્વારા સમર્થિત વનવેબ બે અન્ય પ્રમુખ કંપનીઓ છે. જેની ઉદ્દેશ પણ આ જ છે. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ફેસબુકે એથેનાની પરિયોજનાની પૃષ્ટિ કરી છે.

ફેસબુકના પ્રવક્તાના હવાલેથી આવેલી રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અત્યારે અમારી પરિયોજના અંગે જણાવવા માટે અમારી પાસે કશું જ નથી. અમે માનીએ છીએ કે સેટેલાઈટ ટેકનોલોજી આગામી પેઢીની બ્રોડબેન્ડ આધારભૂત સંરચનાનો એક મહત્વપૂર્ણ આધાર હશે. જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં કનેકટીવીટી લાવવા માટે પ્રયાસ કરાશે. જે સ્થળે ઇન્ટરનેટ કનેકટીવીટીની કમી અને અસ્તિત્વ છે જ નહી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY