દુનિયામાં ઈ-કોમર્સની સૌથી મોટી ડીલ, Walmart એ લગભગ ૧ લાખ કરોડમાં ફ્લિપકાર્ટને ખરીદ્યું

0
580
Flipkart-Walmart deal done, confirms SoftBank CEO

દેશની ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ અને દુનિયાની સૌથી મોટી રિટેલ કંપની Walmart ની વચ્ચે ડીલ થઈ ગઈ છે. તેની પુષ્ટિ સોફ્ટબેકના સીઈઓ માસાયોશી સન દ્વ્રારા કરવામાં આવી છે. આ અગાઉ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી હતી કે, જલ્દી જ વોલમાર્ટ અને ફ્લિપકાર્ટની વચ્ચે ટૂંક સમયમાં સંપાદન સોદો થઈ શકે છે. આ સોદો લગભગ ૧૫ અરબ ડોલરનો છે. વોલમાર્ટ ભારતીય કંપનીમાં લગભગ ૭૦ ટકા ભાગીદારી ખરીદવાની વાત કરી રહી છે. વર્તમાનમાં ૩૦ અરબ ડોલરના ઈ-કોમર્સ બજાર પર ફ્લિપકાર્ટ અને એમેઝોનનું નિયંત્રણ છે.

આ ડીલ વિષે કહેવામાં આવી રહ્યું હતું કે, જાપાનની સોફ્ટબેંક ગ્રુપ કોર્પ અને ટાઈગર ગ્લોબલ મેનેજમેન્ટ ફ્લિપકાર્ટમાં પોતાની ૨૦-૨૦ ટકાની ભાગીદારી વેચશે. ભારતીય કંપનું મુલ્ય લગભગ ૨૦ અબજ ડોલર જેટલું આંકવામાં આવી શકે છે. સંશોધક કંપની સીબી ઇનસાઈટ્સે ગયા વર્ષે ફ્લિપકાર્ટનું મૂલ્ય લગભગ ૧૨ અરબ ડોલર બતાવી હતી. આ સોદાથી વોલમાર્ટને ભારતમાં રિટેલ ઓનલાઇન બજારમાં પોતાનું પગલું ભરવા મદદ મળશે અને તે અહી એમેઝોનનો મુકાબલો કરવા ઈચ્છશે. તેમ છતાં, સોફ્ટબેંકના પ્રવક્તાએ જણાવ્યું છે કે, તે ચર્ચાઓ અને અટકળો પર ટીપ્પણી કરશે નથી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY