હવે પેન ડ્રાઈવમાં પણ મળશે Fingerprint Lock ની સુવિધા

0
337

1. હવે પેન ડ્રાઈવમાં પણ મળશે Fingerprint Lock ની સુવિધા

આજના સમયમાં મોટાભાગના લોકો ડેટાને એક જગ્યાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવા માટે USB પેન ડ્રાઈવ્સનો ઉપયોગ કરે છે. આમ તો ડેટા સંગ્રહ કરવા માટે પેન ડ્રાઈવ્સ એક સારો ઓપ્શન કહેવામાં આવે છે, પરંતુ કોઈ જગ્યાએ પડી જવી અથવા ચોરી થવા પર તેમાંથી ડેટા ચોરી થવાનો ભય રહે છે. તે વાતને ધ્યાન રાખતા હવે એક એવી USB પેન ડ્રાઈવને બનાવવામાં આવી છે જેનાથી ડેટાને ચોરી કરી શકાશે નહી.

2. પેન ડ્રાઈવ

યુરોપના સૌથી જુના કસ્બોમાંથી એક ક્રોએશિયાના રહેનાર એક વ્યક્તિ જૈક ફ્રી દ્વ્રારા પ્રથમ ફિંગરપ્રિંટ લોક ફેસિલીટી વાળી USB પેન ડ્રાઈવને તૈયાર કરવામાં આવી છે. તેનાથી ડેટાને કોપી કરવા માટે યુઝર્સને પહેલા તેના પર પોતાની ફિંગરને સ્કેન કરવી પડશે, ત્યાર બાદ તેમાં રહેલ ડેટાનો ઉપયોગ કરી શકશે. માનવામાં આવી રહ્યું છે કે, નવી ટેકનોલોજીથી સજ્જ પેન ડ્રાઈવ થોડી મોંઘી જરૂર હશે પરંતુ આ આવી ટેકનોલોજીને શોધી રહેલા લોકો માટે આ ઘણી ઉપયોગી પણ સાબિત થશે.

3. પેન ડ્રાઈવ

ઉપયોગ કરવામાં સરળ
આ નવી ટેકનોલોજી પર આધારિત USB પેન ડ્રાઈવને કોમ્પ્યુટરથી કનેક્ટ કરવા પર તેમાં સૌથી પહેલા કન્ટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ઓપન થશે જે એડમિનિસ્ટ્રેટરના રૂપમાં એક યુઝરને સેટ કરવી અને ફિંગરપ્રિન્ટને એડ કરવામાં મદદ કરશે એટલ યુઝર્સ સરળતાથી આ USB પેન ડ્રાઈવની પ્રાઈવેસીને સેટ કરી શકશે.

પબ્લિક અને પ્રાઈવેટ ઓપ્શન
તેમાં ડેટાને પબ્લિક અને પ્રાઈવેટ સેક્ટર્સમાં સેવ કરવામાં આવી શકશે. તેમાંથી પબ્લિક સેક્ટરમાં સ્ટોર કરવામાં આવેલ ડેટાને કોઈ પણ રીડ કરી શકશે પરંતુ પ્રાઈવેટ સેક્ટરમાં સેવ કરવામાં આવેલ ડેટાને માત્ર એડમિનિસ્ટ્રેટર જ ફિંગરપ્રિંટ લગાવ્યા બાદ રીડ કરી શકશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, તે ૮ જીબી, ૧૬ જીબી અને ૩૨ જીબી અને ૬૪ જીબી સ્ટોરેજ વેરિઅન્ટસમાં સપ્ટેમ્બરના મહિનાઓ સુધીમાં ઉપલબ્ધ થશે

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY