તમારા સ્માર્ટફોનની સ્લો ચાર્જીંગ સ્પીડ આ રીતે કરો ફાસ્ટ

0
1365

1. આ રીતે વધારો સ્માર્ટફોનની ચાર્જીંગ સ્પીડ

Smartphone માં સ્લો ચાર્જીંગની સમસ્યા સામાન્ય થઇ ગઈ છે. યુઝર્સ ભલે ગમે તેલો સારો અને મોંઘો ફોન ખરીદે પરંતુ Smartphone ની બેટરી અને ચાર્જીંગની સમસ્યા બનેલી રહે છે. આ સમસ્યા માત્ર સ્માર્ટફોન સાથે નહી પરંતુ ફીચર ફોનમાં પણ આ સમસ્યા થાય છે. કેટલાક યુઝર્સને એવું લાગે છે કે, ફોનમાં સ્લો ચાર્જીંગની સમસ્યા બેટરી અથવા ચાર્જરમાં રહેલ ખરાબીનાં કારણે આવે છે, પરંતુ એવું જરૂરી નથી. કેટલીક વાર એવું જોવામાં આવ્યું છે કે, ફોન ચાર્જીંગ દરમિયાન યુઝર્સથી પણ કેટલીક એવી ભૂલો થઇ જાય છે, જેના લીધે તે સ્લો ચાર્જ થાય છે. તેના લીધે અમે કેટલીક એવી ટીપ્સ જણાવવા જી રહ્યા છે જે ફોનને ઝડપથી ચાર્જ થવામાં મદદ કરશે.

2. આ રીતે વધારો સ્માર્ટફોનની ચાર્જીંગ સ્પીડ

– માર્કેટમાં તમને ફાસ્ટ ચાર્જીંગવાળા ચાર્જર એડેપ્ટર મળી જશે. તેની મદદથી ફોન ઝડપથી ચાર્જ થઇ જાય છે.

– ધ્યાનમાં રાખો કે, તમને હંમેશા ફોનના ઓરીજીનલ ચાર્જરનો જ ઉપયોગ કરવો જોઈએ. બીજા ચાર્જરનો ઉપયોગ કરવાથી ફોનમાં સ્લો ચાર્જીંગની સમસ્યા થાય છે.

– ફોન ચાર્જ કરતા સમયે ફોનને એરોપ્લેન મોડમાં નાખો. એવું કરવાથી ફોનમાં નેટવર્ક નહી આવે અને બેકારની નોટિફિકેશન પણ નહી આવે. તેનાથી ફોન જલ્દી જ ચાર્જ થઇ જશે.

3. આ રીતે વધારો સ્માર્ટફોનની ચાર્જીંગ સ્પીડ

– ફોન ચાર્જ કરતા સમયે વાઈ-ફાઈ અને બ્લૂટૂથ કનેક્ટિવિટીને બંધ કરો.

– ફોનમાં એનએફસી મોડને ઓન રાખવાથી ચાર્જીંગ પર ફર્ક પડે છે, તેવામાં ફોન ચાર્જ કરતા સમયે એનએફસી સમય એનએફસી મોડ ઓફ કરી દો.

– મોટેભાગે સ્માર્ટફોનમાં બેટરી સેવર મોડ આપવામાં આવ્યો છે. ફોન ચાર્જીંગ કરતા સમયે આ મોડને ઓન કરો. તેનાથી ફોન ઝડપથી ચાર્જ થશે અને ફોનની કનેક્ટિવિટી પણ બનેલી રહેશે.

4. આ રીતે વધારો સ્માર્ટફોનની ચાર્જીંગ સ્પીડ

– ફોન ચાર્જ કરતા સમયે તેની બ્રાઈટનેસ ઓછી કરી દો. તેનાથી પણ ચાર્જીંગ પર ફર્ક પડશે.

– ફોન ચાર્જ કરતા સમયે સ્વીચ ઓફ કરો. તેનાથી ફોન સૌથી વધારે ઝડપી ચાર્જ થાય છે.

– ફોન ચાર્જીંગનાં સમયે ડેટા ઓફ કરવાનું ન ભૂલો. તેનાથી પણ ફોન ચાર્જીંગ પર ફર્ક પડશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY