આ રીતે એન્ડ્રોઈડ સ્માર્ટફોનને કોમ્પ્યુટર દ્વારા કરો કન્ટ્રોલ…

0
3253

1. સ્માર્ટફોનને કોમ્પ્યુટરની મદદથી કન્ટ્રોલ કરો

જો ક્યારેય તમારો Smartphone ઘરે ભુલાઈ જાય છે તો તમે પરેશાન થઈ જાઓ છો. તેનું કારણ છે કે, Smartphone માં કોન્ટેક્ટ ડિટેલ્સથી લઈને કેટલાક જરૂરી ડોકયુમેન્ટ સ્ટોર હોય છે, જે આપણી રોજીંદી લાઈફમાં ઉપયોગ કરીએ છીએ. જ્યારે સ્માર્ટફોન જ પાસે ન હોય તો ઘણી જ તકલીફ ઉભી થઇ જાય છે. કેટલીક વાર જ્યારે તમારી પાસે તમારો ફોન ન હોય ત્યારે કોમ્પ્યુટર અથવા લેપટોપનો ઉપયોગ કરીને પોતાના ફોન પર કન્ટ્રોલ રાખી શકો છો.

2. સ્માર્ટફોનને કોમ્પ્યુટરની મદદથી કન્ટ્રોલ કરો

કેટલીક એન્ડ્રોઈ એપ છે જે તમારા એન્ડ્રોઈડ સ્માર્ટફોનને કોમ્પ્યુટરની મદદથી કન્ટ્રોલ કરવાની પરમીશન આપે છે. અને આ એપ્સ તેવા સિનારિયોમાં ઘણું જ મદદગાર સાબિત થાય છે. AirDroid એવી એપ છે, જે તમારા કોમ્પ્યુટરની મદદથી તમારા સ્માર્ટફોનને કન્ટ્રોલ કરવો સરળ બનાવે છે. યાદ રાખો છો કે, આ એપનો ઉપયોગ કરવા માટે તમારો ફોન અને કોમ્પ્યુટરને એક જ નેટવર્ક સાથે કનેક્ટ હોવો જોઈએ.

3. સ્માર્ટફોનને કોમ્પ્યુટરની મદદથી કન્ટ્રોલ કરો

AirDroid શું છે?
AirDroid એક મલ્ટી-સ્ક્રીન એપ છે, જે ડેસ્કટોપને સ્માર્ટફોનની સામાન્ય ફીચર્સ સુધી પહોંચી આપે છે. દિલચસ્પ વાત તે છે કે, AirDroid નો ઉપયોગ કરવા માટે તમારે કોઈ પણ એકાઉન્ટ બનાવવાની આવશ્યકતા નથી. જો યુઝર ઈચ્છે તો એકાઉન્ટ બનાવી શકે છે. આ એપ બંને વિન્ડોઝ અને મેક પ્લેટફોર્મ પર કામ કરી શકે છે. તમે તેને કોઈ મોટા વેબ બ્રાઉઝરની મદદથી બીજા પ્લેટફોર્મ પર પણ ઉપયોગ કરી શકો છો.

4. સ્માર્ટફોનને કોમ્પ્યુટરની મદદથી કન્ટ્રોલ કરો

AirDroid નો ઉપયોગ કેવી રીતે કરશો?
સૌથી પહેલા પોતાના એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં AirDroid એપને ડાઉનલોડ કરો. ત્યાર બાદ પોતાના ડેસ્કટોપ બ્રાઉઝર પર www.airdroid.com ને ઓપન કરો. QR કોડ સાથે એક વિન્ડોઝ પોપ-અપ કરશે. ત્યાર બાદ AirDroid ને પોતાનાં સ્માર્ટફોનમાં ઓપન કરો ત્યાર બાદ QR કોડને પોતાના સ્માર્ટફોનની મદદથી સ્કેન કરવાનો રહેશે. જો તમારું એકાઉન્ટ છે, તો તમે તેને સાઈન ઇન કરો. તેમજ તમે એકાઉન્ટ વગર પણ કનેક્ટ કરી શકો છો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY