તમારી આ ભૂલોનાં કારણે મોબાઈલમાં થઇ શકે છે વાયરસ અટેક!

0
663

1. આ ભૂલોનાં કારણે થઇ શકે છે વાયરસ અટેક

Mobile યુઝર્સ સતત ફોનમાં વાયરસ અટેકની સમસ્યાનો સામનો કરે છે. કેટલીક વાર યુઝર્સને ફરિયાદ હોય છે કંઈ પણ ડાઉનલોડ કર્યા વગર પણ વાયરસ ફોનમાં આવે છે. ઈન્ટરનેટ પર દરેક સેકન્ડે નવા વાયરસ પેદા થાય છે, જેમાંથી કેટલાક જાતે જ ફોનમાં આવી જાય છે. કેટલીક વાર યુઝર્સ અજાણતા જ કોઈ એવી સાઈટ અથવા એપનો ઉપયોગ કરી લે છે, જે વાયરસ ઇફેક્ટેડ હોય છે. તે સિવાય પબ્લિક વાઈફાઈનો ઉપયોગ યુઝર્સને મોંઘો પડી શકે છે. વાયરસ અટેક ફોનની સ્પીડને ઓછી કરી દે છે, જેનાથી ફોન હેંગ થવાનું ચાલુ થઇ જાય છે.

2. આ ભૂલોનાં કારણે થઇ શકે છે વાયરસ અટેક

એન્ટી-વાયરસ
કોમ્પ્યુટર અને લેપટોપની જેમ સ્માર્ટફોન માટે પણ એન્ટી વાયરસની જરૂર પડે છે. કારણ કે, તમારા સ્માર્ટફોનમાં પણ તમારો પર્સનલ ડેટા હાજર રહે છે. આ સમયે ફોનની સિક્યુરિટી માટે ઘણા બધા એન્ટી વાયરસ હાજર છે. જેની મદદથી તમે વાયરસ અટેકથી બચી શકો છો.

3. આ ભૂલોનાં કારણે થઇ શકે છે વાયરસ અટેક

બ્લૂટૂથ ઓફ
કેટલાક યુઝર્સ ફોનમાં એક વાર બ્લૂટૂથ ઓન કરીને તેને ઓન જ રાખે છે. દરેક સમયે બ્લૂટૂથ ઓન રાખવું ફોન માટે વાયરસનું જોખમ વધારે છે. બ્લૂટૂથ દ્વારા કોઈ પણ પોતાના મોબાઈલ દ્વારા તમારા મોબાઈલમાં જઈને ડિટેલ જાણી શકે છે.તેથી જ જરૂર પડવા પર જ બ્લૂટૂથને ઓન કરો અને કામ પૂરું થઇ જવા પર ઓફ કરવાનું રાખો.

4. આ ભૂલોનાં કારણે થઇ શકે છે વાયરસ અટેક

પોપ-અપ ઓપ્શન
ઈન્ટરનેટ પર હંમેશા મૂવી અથવા કેટલા કંઇક સર્ચ કરતી વખતે ક્લિક કરવા પર અચાનકથી જ પોપ-અપ ખુલી જાય છે. તેના પર ક્લિક કરતા જ ફોનમાં સરળતાથી વાયરસ અટેક થઇ શકે છે. તેથી જ તેને બ્લોક કરવું સૌથી સૌથી સારો વિકલ્પ હોય છે. તેના માટે સ્માર્ટફોનનાં બ્રાઉઝરની સેટિંગ્સમાં જાઓ. જ્યાં સાઈટ સેટિંગ્સમાં તમને પોપ-અપ બ્લોક કરવાનો ઓપ્શન મળશે. તેને બ્લોક કરી દો.

5. આ ભૂલોનાં કારણે થઇ શકે છે વાયરસ અટેક

પબ્લિક વાઈ-ફાઈ
તમારા ફોનમાં હાજર ડેટાને બચાવવા માટે હંમેશા લોકો પબ્લિક વાઈફાઈનો ઉપયોગ કરવા લાગે છે. તમને જણાવી દઈએ કે, ઓપન વાઈ-ફાઈમાં વાયરસ આવવાનું જોખમ વધારે હોય છે. તેથી જ ઘર અથવા ઓફિસથી બહાર નીકળતા જ વાઈફાઈને ઓફ કરો. જો કોઈ અજાણ્યા સોર્સથી વાઈફાઈ નેટવર્ક આવી રહ્યું હોત, તો તેનાથી પણ ફોન કનેક્ટ ન કરો. શક્ય છે કે, તે વાયરસ હોય.

6. આ ભૂલોનાં કારણે થઇ શકે છે વાયરસ અટેક

ઈમેઈલ વાયરસ
વાયરસને તમારા ફોનમાં ઘુસવા માટે કેટલીક વાર ઈમેઈલનો સહારો લેવો પડે છે. તેવામાં તમને વાયરસ મેઈલ્સની ઓળખ હોવી જરૂરી છે. જ્યારે તમારા ઈમેઈલ્સમાં કોઈ એવો ઈમેઈલ આવે, જેનું મેઈલ એડ્રેસ સમજાય નહી તો તેમનો સબ્જેક્ટ કંઇક અલગ છે, તો તે ઈમેઈલને ન ખોલો. તે વાયરસ હોઈ શકે છે, જે તમારા ઈમેઈલ એકાઉન્ટનો ડેટા ચોરી કરી શકે છે. જો તમે ફોનથી ઓનલાઈન બેન્કિંગનો ઉપયોગ કરે છે તો આ વાયરસ બેંક એકાઉન્ટ સુધી હેક કરી શકે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY