તમારો મોબાઈલ ડેટા લીક થવાથી કઈ રીતે રોકશો?

0
636

1. મોબાઈલ ડેટા લીક થવાથી રોકો

આજે આપણે બધા મોબાઈલ ઈન્ટરનેટનો ઉપયોગ કરીએ છીએ. જેટલી તેનાથી સુવિધા થઇ છે તેટલી જ અગવડતા ઉભી થઇ છે. આતંકવાદી ગતિવિધિ, ફ્રોડ અથવા કોઈ અન્ય દ્વારા Mobile Data કલેક્ટ કરવાની વાત હોય તો જોખમ વધતું જાય છે. કેટલાક લોકો મોબાઈલ ડેટા લીક કરીને એજન્સીને વેચે છે.

કોઈ વ્યક્તિ તમારો ડેટા તમારી પરમિશન વગર ઉપયોગ ન કરે તેના માટે જરૂરી છે કે, આપણે તે મેથડ વિશે જાણીએ, જેનાથી આ પ્રકારનાં ડેટા હેકિંગથી બચી શકાય છે. જાણો મોબાઈલ ડેટા કલેક્શનથી કેવી રીતે બચી શકાય છે…

2. મોબાઈલ ડેટા લીક થવાથી રોકો

સર્ચ એન્જીન
ગૂગલ જેવા કેટલાક સર્ચ એન્જીન તમારા દ્વારા સર્ચ કરવામાં આવેલ વર્ડ્સને ટ્રેક કરે છે કે, યુઝરે શું સર્ચ કર્યું છે. આ ડેટા કહાની પ્રોડક્શનમાં કામમાં લેવામાં આવી શકે છે. તમે એવા સર્ચ એન્જીન અને બ્રાઉઝર કામમાં લઇ શકો છો, તમારી એક્ટીવીટીને ટ્રેક ન કરો.

3. મોબાઈલ ડેટા લીક થવાથી રોકો

મોબાઈલ એડ્સ
કેટલીક એન્ડ્રોઈડ એપ્સ ઘણા પ્રકારે તમારો ડેટા એક્સેસ કરે છે. જેમકે, કેટલીક જાહેરાતો અને એપ્સમાં તમારી જાણકારી Fill કરાવવામાં આવે છે અને ત્યાર બાદ આ જાણકારી થર્ડ પાર્ટી એપને મોકલવામાં આવે છે. તમારા દ્વારા કરવામાં આવતી દરેક એડ ક્લિકનો હિસાબ પણ રાખવામાં આવે છે.

4. મોબાઈલ ડેટા લીક થવાથી રોકો

લોકેશન ટ્રેકિંગ
કેટલીક કંપનીઓ તમારા લોકેશનને ટ્રેક કરે છે અને ત્યાર બાદ અન્ય કંપનીઓને આ ડેટા આપે છે. તેનાથી કંપનીએ પોતાના માર્કેટ અનુસાર યોગ્ય ટાર્ગેટીડ યુઝર મળે છે. મોટેભાગે યુઝરની જાણ બહાર તેમનું લોકેશન ટ્રેક કરવામાં આવે છે. તમે વીપીએનનો ઉપયોગ કરીને અથવા પોતાના લોકેશનને ઓફ રાખીને તેનથી બચી શકાય છે.

5. મોબાઈલ ડેટા લીક થવાથી રોકો

કુકીઝ
તમારી કુકીઝ તમારા સેશનનાં ડેટાને સ્ટોર રાખે છે, તેનાથી થર્ડ પાર્ટી એપ આ ડેટાનો ઉપયોગ કરીને તમારા અનુસાર પોતાનું કેમ્પેઈન બનાવે છે. જેવું કે, તમે કોઈ શોપિંગ સાઈટ પર કોઈ પ્રોડક્ટ સર્ચ કર્યું છે, હવે જ્યારે કોઈ બીજી સાઈટ પર જશો તો ત્યાં પણ જાતે જ તે કેટેગરીનાં પ્રોડક્ટ તમને દેખાશે, આ કુકીઝનાં કારણે જ થાય છે. જો કોઈ તમારા કુકીઝ ચોરે છે, તો તમારા એકાઉન્ટને નુકશાન થઈ શકે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY