આ ઈન્ટરનેટ ટ્રીક્સ તમારા માટે છે ઘણી જ ઉપયોગી

0
2173

1. તમારા માટે મહત્વની ઈન્ટરનેટ ટ્રીક્સ

ઈન્ટરનેટ એક એવી જગ્યા છે, જ્યાં તમને દુનિયાના કોઈ પણ ખૂણેથી કોઈ પણ વસ્તુ વિશે જાણકારી મળી શકે છે. તમે દરેક વસ્તુ વિશે ઈન્ટરનેટ પર જાણકારી મેળવો છો તો તે એન્ટરટેઈનમેંટ, એજ્યુકેશન અથવા દુનિયાભરની કોઈ પણ અન્ય જાણકારી હોય છે, જે તમે ઈન્ટરનેટનાં વલણથી મેળવો છો.

ઈન્ટરનેટથી આજે લગભગ દરેક વ્યક્તિ જોડાઈ ચુક્યું છે. તે પછી ચેટીંગ હોય કે, સોશિયલ મીડિયા દ્વારા ઓનલાઈન શોપિંગ હોય. ઈન્ટરનેટે દરેક વસ્તુનો અંદાજ બદલી દીધો છે, અહિયાં સુધી કે લોકોની લાઈફસ્ટાઈલ પણ બદલી દીધી છે.

આપણામાંથી કેટલાક એવા લોકો હશે, જે વર્ષોથી ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા હશે. ત્યાર બાદ પણ એવી વસ્તુઓ છે જે તમે જાણતા હશો. ખેર, તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે, અમે તમને એવી જરૂરી ટીપ્સ અને Tricks જણાવીશું જે તમને મદદગાર થશે…

2. તમારા માટે મહત્વની ઈન્ટરનેટ ટ્રીક્સ

બંધ કરેલું ટેબ કઈ રીતે ખોલશો
એવું કેટલીક વખત થાય છે કે ઈન્ટરનેટ પર ઘણા બધા ટેબ ખોલીને કામ કરો છો. ત્યારે ભૂલથી તમે તમારા કામનું ટેબ પણ બંધ કરી દો છો. ત્યારે ફરી તે ટેબ માટે આખી પ્રોસેસ ફરી કરવી પડે છે. તમને જણાવી દઈએ કે, તમારાથી બંધ થયેલું ટેબ ફરી ખોલી શકો છો. ત્યારે તેના માટે તમને ctrl+shift+T પ્રેસ કરવાનું રહેશે

3. તમારા માટે મહત્વની ઈન્ટરનેટ ટ્રીક્સ

રિવર્સ ઈમેજ સર્ચ
રિવર્સ સર્ચ એકદમ સરળ છે, તેના માટે તમારે ઈમેજ પર રાઈટ ક્લિક કરીને ‘સર્ચ ગૂગલ ફોર ધીસ ઈમેજ’ પર ક્લિક કરવાનું રહેશે. તે સિવાય તમે ‘S’ ને હોલ્ડ કરીને ઈમેજ પર રાઈટ ક્લિક પણ કરી શકો છો.

4. તમારા માટે મહત્વની ઈન્ટરનેટ ટ્રીક્સ

.com લખવાની જરૂર નથી
હવે તે દિવસો ગયા જ્યારે તમારે કોઈ પણ વેબસાઈટ સર્ચ કરવા માટે આખું ડોમેઈન લખવું પડતું હતું. એટલે કે .com અલગથી ટાઈપ કરવું પડતું હતું. આજે તમે વેબસાઈટનું નામ લખો અને ctrl+enter પ્રેસ કરો. તમારા URL માં .com જાતે જ એડ થઇ જશે.

5. તમારા માટે મહત્વની ઈન્ટરનેટ ટ્રીક્સ

નવા ટેબમાં લીંક ઓપન કરવી
કેટલીક વાર આપણે જે પેજ કામ કરીએ છીએ તેના પર જ રહેવા માંગીએ છીએ, સાથે જ તે લીંકને નવા ટેબમાં ઓપન કરીએ છીએ. તેના માટે હવે તમારે ctrl+ લીંક પર ક્લિક કરવાનું રહેશે.

6. તમારા માટે મહત્વની ઈન્ટરનેટ ટ્રીક્સ

ઇન્કોગનીટો બ્રાઉઝર
ઇન્કોગનીટો બ્રાઉઝરમાં તમારી સર્ચ હિસ્ટ્રી રેકોર્ડ થતી નથી, આજ કારણ છે કે, જ્યારે કોઈ યુઝર ઈન્ટરનેટ પર કોઈ ખાનગી વસ્તુઓ જોવા માંગો છો તો તમે આ બ્રાઉઝરનો ઉપયોગ કરી શકો છો. ઇન્કોગનીટો બ્રાઉઝર ઓપન કરવા માટે ctrl+shift+N પ્રેસ કરવાનું રહેશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY