Jio નો આ નવો પોસ્ટપેડ પ્લાન છેડશે ટેરીફ યુદ્ધ

0
1321
Jio

રિલાયન્સ Jio ના ૧૯૯ રૂપિયાના નવા પોસ્ટપેડ પ્લાનથી હરિફ કંપનીઓના રાજસ્વ પર અસર પડવાની સંભાવના છે. બજારના વિશ્લેષકોએ એવું અનુમાન લગાવતા કહ્યું કે, આનાથી દુરસંચાર ક્ષેત્રમાં ટેરીફ યુદ્ધ શરુ થઇ શકે છે. જેપી મોર્ગને પોતાના રીપોર્ટમાં કહ્યું કે, ‘આ પગલાથી પોસ્ટપેડ ક્ષેત્રમાં ભાવમાં ઘટાડાનો એક નવો દોર જોવા મળી શકે છે. જેનાથી અન્ય કંપનીઓને નુકશાન થશે. Jio નો પોસ્ટપેડ પ્લાન અન્ય કંપનીઓના પોસ્ટપેડ દર કરતા ઘણો ઓછો છે.’

ગોલ્ડમેન સેક્સે કહ્યું, ‘જીઓના આંતરરાષ્ટ્રીય કોલના દર ઘણા પ્રતિસ્પર્ધી છે અને આ જ કારણે અમે પ્રતિસ્પર્ધી કંપનીઓ પર દર ઓછા કરવાનો દબાવ જોઈ શકીએ છીએ. જો કે, આવી સ્થિતિઓમાં જયારે ૧૦-૧૫ ટકા પોસ્ટપેડ શુલ્ક આંતરરાષ્ટ્રીય કોલથી પ્રાપ્ત થાય છે. અને જો આમાં 50 ટકા કમી આવી જાય તો પ્રતિસ્પર્ધી કંપનીઓના શુલ્કમાં બે ટકાથી ઓછુ નુકશાન થશે.’

સીએલએસએની વિશ્લેષક દીપ્તિ ચતુર્વેદી અને અક્ષત અગ્રવાલે કહ્યું કે, દુરસંચાર ઉદ્યોગના ગ્રાહકોમાં પાંચ ટકા પોસ્ટપેડવાળા છે પણ મોબાઈલ શુલ્કમાં આની ભાગેદારી લગભગ ૨૦ ટકા છે. મોર્ગન સ્ટાનલી અનુસાર જીઓનો નવો પ્લાન એરટેલના મોબાઈલ શુલ્ક પર એક ટકા સુધીની અસર પાડી શકે છે.

ઉલ્લેખનીય છે કે, રિલાયન્સ જીઓએ ગુરુવારે નવા પોસ્ટપેડ પ્લાનની ઘોષણા કરી હતી જે ૧૯૯ રૂપિયા પ્રતિ મહિનાના દરથી શરુ થઇ છે. આ હેઠળ જીઓ 50 પૈસા પ્રતિ મિનીટના દરથી આંતરરાષ્ટ્રીય કોલની રજૂઆત કરી રહી છે. આ પ્લાન ૧૫ મેથી ગ્રાહકો માટે ઉપલબ્ધ થશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY