જાણો…કોણ કરી રહ્યું છે તમારા વાઈ-ફાઈની ચોરી અને કઈ રીતે તેને કરશો બ્લોક!

0
632

1. આ રીતે રોકો ચોરી થતા તમારા વાઈ-ફાઈને

Wi-Fi ની ચોરી એક સામાન્ય સમસ્યા છે. કોઈ અન્ય વ્યક્તિને પાસવર્ડનો થોડો પણ અંદાજો થઇ ગયો છે તે વ્યક્તિ Wi-Fi નો ગમે ત્યારે ઉપયોગ કરી શકે છે. જેનો તમને અંદાજો પણ નહી થાય. જો તમે ઈચ્છો તો જાણકારી મેળવી શકો છો કે, તમારી જાણ વગર કોણ તમારા વાઈ-ફાઈનો ઉપયોગ કરી રહ્યું છે. આગળ અમે કેટલીક સરળ ટીપ્સ આપી છે, જે વાઈ-ફાઈની ચોરીની જાણકારી અને તે વ્યક્તિને બ્લોક કરવામાં તમારી મદદ કરશે.

સ્ટેપ ૧. જો તમે વાઈ-ફાઈની ચોરી વિશે જાણવા માંગો છો તો સૌથી પહેલા તમને ફિંગ નેટવર્ક ટૂલ્સ એપ ડાઉનલોડ કરવાનું રહેશે.

સ્ટેપ ૨. ફિંગ નેટવર્ક ટૂલ્સ એપ્સને ડાઉનલોડ કરીને તેને ઓપન કરો.

સ્ટેપ ૩. એપ ડાઉનલોડ થયા બાદ ફોનનાં સેટિંગમાં જાઓ.

2. આ રીતે રોકો ચોરી થતા તમારા વાઈ-ફાઈને

સ્ટેપ ૪.ત્યાં વાઈ-ફાઈ નેટવર્કને ઓપન કરો. જ્યાં તમને વાઈ-ફાઈ સાથે કનેક્ટ ડિવાઈસનું લિસ્ટ દેખાશે.

સ્ટેપ ૫. આ લિસ્ટમાં જો બતાવવામાં આવેલ ડિવાઈસનાં આઈપીને ટાઈપ કરીને તમે ડિવાઈસ વિશે તમામ જાણકારી પ્રાપ્ત કરી શકો છો.

સ્ટેપ ૬. આ એપ્લીકેશનનાં માધ્યમથી તમે જાણી શકો છો છે કે, ડિવાઈસને વાઈ-ફાઈ સાથે કનેક્ટ કરવામાં આવ્યું છે અને ક્યારે ડિસ્કનેક્ટ કરવામાં આવ્યું છે.

સ્ટેપ ૭. તમે આ એપમાં તમારું નામ, આઇકોન, નોટ્સ અને લોકેશનને સેવ કરી શકો છો.

3. આ રીતે રોકો ચોરી થતા તમારા વાઈ-ફાઈને

આ એપ્લીકેશનથી તમે જાણી શકો છો કે, તમારું વાઈ-ફાઈ કોણ ચોરી કરી રહ્યું છે. પરંતુ જ્યાં સુધી તમે તેને બ્લોક નહી કરો ત્યાં સુધી વાઈ-ફાઈ ચોરીની સમસ્યા ખત્મ નહી થાય. બ્લોક કરવા માટે કેટલાક સ્ટેપનું પાલન કરવાનું રહેશે.

સ્ટેપ ૧. સૌથી પહેલા તમે વાઈ-ફાઈ પાસવર્ડને ફરીથી સેટ કરો. તેના માટે તમારે પોતાનું રાઉટર ઓપન કરીને તેને વાયરલેસ સિક્યુરિટી મોડમાં ડબ્લ્યુપીએ, ડબ્લ્યુએ૨ અને ડબ્લ્યુપીને ઓપન કરવાનું રહેશે. ત્યાર બાદ વાઈ-ફાઈનો પાસવર્ડને બદલી દો.

સ્ટેપ ૨. મેક એડ્રેસ ફિલ્ટરીંગનો ઉપયોગ પણ જરૂરી છે. મેક એડ્રેસ મોબાઈલ ફોન. લેપટોપ. ડેસ્કટોપ, ટેબ્લેટ અને અન્ય બધા ડિવાઈસમાં અલગ-અલગ હોય છે. તેનાં માટે રાઉટરનાં ડેશબોર્ડમાં જાઓ.

4. આ રીતે રોકો ચોરી થતા તમારા વાઈ-ફાઈને

સ્ટેપ ૩. જ્યાં તમને નીચેની તરફ વાયરલેસ મેક ફિલ્ટર સેક્શન મળશે.

સ્ટેપ ૪. આ સેક્શનમાં મેક એડ્રેસને ટાઈપ કરીને અપ્લાય અને સેવ કરો. ત્યાર બાદ OK બટન પર ક્લિક કરો.

સ્ટેપ ૫. મેક એડ્રેસ માત્ર તમારા વાયરલેસ ઈન્ટરનેટ ડિવાઈસને જ એક્સેસ કરે છે.

સ્ટેપ ૬. પોતાના વાઈ-ફાઈ નેટને ચોરી થવાથી રોકવા માટે તમારે થોડા-થોડા સમયે તમારા વાઈ-ફાઈનો પાસવર્ડ બદલતા રહેવું જોઈએ.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY