સસ્તા સ્માર્ટફોન ખરીદતા પહેલા જાણી લો તેના આ સામાન્ય પ્રોબ્લેમ્સ

0
883

1. સસ્તા સ્માર્ટફોનનાં કોમન પ્રોબ્લેમ્સ

Smartphone માર્કેટમાં દરેક યુઝરને ધ્યાનમાં રાખીને દરેક કિંમત પર સ્માર્ટફોન ઉપલબ્ધ છે. ખાસ કરીને ચીપ રેંજની વાત કરવામાં આવે તો કેટલીક મોટી કંપનીઓએ સસ્તા સ્માર્ટફોન રજૂ કર્યા છે. તેનું કારણ છે કે, માર્કેટમાં આ સમયે સસ્તા સ્માર્ટફોન ખરીદનાર યુઝર્સ સૌથી વધારે છે. જોકે, કેટલીક વાર યુઝર્સ પૈસા બચાવવાનાં ચક્કરમાં એવા ફોન ખરીદે છે , જેમાં કંઇક ને કંઇક પ્રોબ્લેમ્સ આવતા રહે છે. જો તમે પણ સસ્તા મોબાઈલ ખરીદવાનું વોચારી રહ્યા છો તો સસ્તા મોબાઈલમાં આવતા આ કોમન પ્રોબ્લેમ્સ વિશે જાણી લો.

2. સસ્તા સ્માર્ટફોનનાં કોમન પ્રોબ્લેમ્સ

અપડેટ પ્રોબ્લેમ્સ
સસ્તા સ્માર્ટફોનમાં સૌથી વધારે પરેશાની આવે છે કે, આ ફોનમાં અપડેટ નથી મળતું. આ કારણે ફોનની કેટલીક એપ અચાનક કામ કરવાનું બંધ કરી દે છે. તે સિવાય અપડેટ ન મળવાનાં કારણે આ સ્માર્ટફોનમાં સિક્યુરિટીનું જોખમ મંડરાઈ રહે છે.

3. સસ્તા સ્માર્ટફોનનાં કોમન પ્રોબ્લેમ્સ

ટચસ્ક્રીનનું કામ ન કરવું
સસ્તા સ્માર્ટફોનની બીજી કોમ સમસ્યા ફોનની ટચસ્ક્રીનમાં આવે છે. શરૂઆતમાં કેટલાક મહિના તો ફોન સારી રીતે ચાલે છે, ત્યાર બાદ ટચમાં સમસ્યા આવવા લાગે છે. તેવામાં યુઝર્સ વારંવાર તેને ઠીક કરાવવા માટે પૈસા ખર્ચ કરે છે.

4. સસ્તા સ્માર્ટફોનનાં કોમન પ્રોબ્લેમ્સ

ચાર્જીંગમાં સમસ્યા
સસ્તા ટચ સ્ક્રીન મોબાઈલમાં ચાર્જીંગની પણ સમસ્યા આવે છે. કેટલીક વાર ચાર્જીંગનાં સમયે ગરમ થઇ જાય છે અને બેટરી પણ જલ્દી ડિસ્ચાર્જ થઇ જાય છે. કેટલીક વાર ચાર્જીંગ જેક જ ખરાબ થઇ જાય છે.

5. સસ્તા સ્માર્ટફોનનાં કોમન પ્રોબ્લેમ્સ

ઓડિયો જેકની સમસ્યા
સસ્તા ફોનના ઓડિયો જેક અને ચાર્જીંગ પોઈન્ટમાં સમસ્યા હોવી ઘણી જ સામાન્ય છે. તેવામાં યુઝર્સને પણ સામાન્ય રીતે સમસ્યા આવે છે. કેટલીક વાર ખરાબ જેક હેડફોનને સપોર્ટ નથી કરતા. તે સિવાય આ ફોન હેંગ પણ થવા લાગે છે?

6. સસ્તા સ્માર્ટફોનનાં કોમન પ્રોબ્લેમ્સ

સસ્તા પાર્ટ્સ અને કોમ્પોનેન્ટ્સની ઉપયોગ
સસ્તા સ્માર્ટફોનમાં સસ્તા અને રિજેક્ટેડ પાર્ટ્સનો ઉપયોગ થાય છે. સસ્તા પાર્ટ્સ સાથે અસેમ્બ્લ હોવાના કારણે એવા ફોનની લાઈફ નથી હોતી અને આ જલ્દી જ ખરાબ થવા લાગે છે.

7. સસ્તા સ્માર્ટફોનનાં કોમન પ્રોબ્લેમ્સ

સર્વિસ ન મળવી
સસ્તા સ્માર્ટફોન આપનાર કંપનીઓની સર્વિસ પણ નથી મળતી. સામાન્ય રીતે કંપનીઓનાં સર્વિસ સેન્ટર કદાચ જ હોય છે, તેથી જ તમને સારી સર્વિસ નથી મળતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY