શાનદાર બેટરી બેકઅપ સાથે Oppo લોન્ચ કરશે સસ્તો સ્માર્ટફોન

0
1194
Oppo A3s specifications, features leaked ahead of official launch

સ્માર્ટફોન કંપની Oppo સુપર ફૂલ સ્ક્રીન વાળો A૩s ને જલ્દી જ ભારતમાં લોન્ચ કરી શકે છે. આ ફોનમાં ૨ જીબી રેમ/૧૬ જીબી સ્ટોરેજ અને ૩ જીબી/૩૨ જીબી સ્ટોરેજ આપવામાં આવશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતમાં Oppo A૩s ની કિંમતની શરૂઆત ૧૦,૯૯૦ રૂપિયાથી થઈ શકે છે. આ ફોનમાં કંપની ઓક્ટા કોર સ્નેપડ્રેગન ૪૫૦ એસઓસી અને ડ્યુઅલ રીઅર કેમેરાનું સેટઅપ હશે. જયારે, ફોનમાં ઓપ્પો એઆઈ બ્યુટી ટેકનીક ૨.૦ ની આપવામાં આવી છે. જાણ હોય તો આ ફોનને ચીનમાં એપ્રિલ મહિનામાં લોન્ચ કરી દેવામાં આવ્યો હતો. આ ફોનમાં iPhone X જેવો નોચ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે.

Oppo A૩s ના ૨ જીબી રેમ અને ૧૬ જીબી સ્ટોરેજની વાત કરીએ તો તે ૧૦,૯૦૦ રૂપિયાનો હશે. આ ફોન રેડ અને ડાર્ક પર્પલ કલર ઓપ્શનમાં આવે છે. ફોન એન્ડ્રોઇડ ૮.૧ ઓરિયો પાર ચાલે છે. તેના અન્ય ફિચર્સની વાત કરીએ તો સ્ક્રીન સાઈઝ ૬.૨ હશે.

ફોનના કેમેરાની વાત કરીએ તો આ ૧૩ મેગાપિક્સલની પ્રાઇમરી અને ૨ મેગાપિક્સલની રિયર હશે. તેની સાથે જ આઠ મેગાપિક્સલનો સેલ્ફી કેમરો પણ હશે. ઓપ્પોના આ ફોનમાં કંપનીએ ૪૨૩૦ એમએએચની બેટરી આપી છે. તેના સિવાય વાઈફાઈ, ૪ જી, જીપીએસ, એ જીપીએસ જેવા ફિચર્સ પણ આપવામાં આવ્યા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY