એચડી ચેનલ્સ ૧ વર્ષ સુધી જુઓ ફ્રીમાં, Reliance બીગ ટીવીએ આપી ઓફર

0
2453
Reliance Big TV is now offering free set top boxes at these post offices across India

ભારતમાં DTH ટેલીવિઝન સર્વિસ આપનારી કંપની Reliance Big TV પોતાના યુઝર્સ માટે એક શાનદાર ઓફર લાવી છે, જેમાં યુઝર્સ માટે એક નવો પ્લાન પ્રસ્તુત કરવામાં આવ્યો છે. આ પ્લાનના આધારે યુઝર્સ એક વર્ષ માટે DTH ની બધી HD ચેનલ્સને તદ્દન ફ્રીમાં જોઈ શકશો.

રિલાયન્સ DTH એ ડીઝીટલ ઇન્ડિયા પહેલ હેઠળ ભાગીદારી કરતા આ પ્લાનને પ્રસ્તૂત કર્યો છે. તેના આધારે રિલાયન્સે દુનિયાભરમાં ૫૦ હજાર પોસ્ટ ઓફિસની સાથે ભાગીદારી કરી છે, જેથી આ પોસ્ટ ઓફિસ દ્વ્રારા પણ કસ્ટમર શરૂઆતી બુકિંગ કરી શકે.

૧ વર્ષ સુધી ફ્રીમાં જોઈ શકશો ચેનલ્સ :
આ પ્લાનના આધારે તમે ૧ વર્ષ માટે બધી ચેનલ્સ ફ્રીમાં જોઈ શકશો. તેમાં HD ચેનલ પણ સામેલ હશે. જ્યારે ૫૦૦ ફ્રી ટુ યર ચેનલ્સ પણ ૫ વર્ષ સુધી જોઈ શકશે. તેના માટે બુકિંગ કરનાર કસ્ટમર્સને એચડી HEVC સેટ-ટોપ બોક્સ આપવામાં આવશે. આ સેટ-ટોપ બોક્સ રેકોર્ડિંગ, યુએસબી પોર્ટ, એચડીએમઆઈ પોર્ટ, રેકોર્ડિંગ અનેડ વ્યુઇંગ જેવા લેટેસ્ટ ફિચર્સ સાથે હશે.

૨૦ જૂનથી કરી શકશો બુકિંગ
આ સર્વિસની પ્રી-બુકિંગ કંપની ૨૦ જૂનથી શરૂ કરવાની છે. તેની બુકિંગ સૌથી પહેલા રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, આંધપ્રદેશ, કર્ણાટક, અરૂણાચલ પ્રદેશ, અસમ, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેંડ અને સિક્કિમ જેવા શહેરોમાં શરૂ થશે.

યુઝર્સને ૪૯૯ રૂપિયામાં મળશે કનેક્શન :
યુઝર્સ આ ઓફરનો ફાયદો ૪૯૯ રૂપિયા જમા કરાવી પોસ્ટ ઓફીસથઈ લઇ શકશે. જ્યારે, યુઝર્સને અલગથી સેટ-ટોપ બોક્સ ઈંસ્ટોલેશન વખતે ૧૫૦૦ રૂપિયા ચુકવવા પડશે. તેના સિવાય લોયલ્ટી બોનસ માટે કસ્ટમરને બીજા વર્ષે અલગથી ૩૦૦ રૂપિયાની રિચાર્જ કરાવવું પડશે. પછી બે વર્ષ બાદ સબ્સક્રાઈબરને ૨ હજારનું લોયલ્ટી બોનસ મળશે. એટલે કે તમારા દ્વ્રારા આપવામાં કરવામાં આવેલી બધી રકમ પાછી મળી જશે.

ઓફીશીયલ વેબસાઈટથી પણ થશે પ્રી-બુકિંગ
રિલાયન્સ DTH ની ઓફિશિયલ વેબસાઈટ પર જઈને પણ તમે તેની પ્રી-બુકિંગ કરાવી શકો છો. તેના માટે તમારે ૪૯૯ રૂપિયા આપવા પડશે અને આઉટડોર યુનિટ માટે ૧૫૦૦ રૂપિયાની ચુકવણી કરવી પડશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY