Jio ના આ પ્લાનમાં યુઝર્સને થશે ૪૦૦ રૂપિયાનો ફાયદો

0
408
Reliance Jio announces “More than 100 percent cashback” offer

Jio ના આવ્યા બાદ ટેલિકોમ જગતમાં નવી-નવી ઓફર લોન્ચ થતી રહે છે. અન્ય કંપનીઓ જિયોને ટક્કર આપવા માટે પોતાના પ્લાનમાં કંઇકને કંઇક ફેરફાર કરતી રહે છે. તેજ બાબતમાં હવે જિયોએ એક વખત ફરીથી એવો પ્લાન પ્રસ્તુત કર્યો છે, જે દરેક જિયો યુઝર્સને જાણવો ખુબ જ જરૂરી છે. આ પ્લાનથી જિયો યુઝર્સને ૪૦૦ રૂપિયાનો ફાયદો થશે.

Jio પોતાના કેશબેક ઓફરને એક વાર ફરીથી લઈને આવ્યું છે. જિયોના આ કેશબેક ઓફરનું નામ Get more than 100% cashback છે. આ કેશબેક ઓફરનું માનીએ તો યુઝર્સને ૪૦૦ રૂપિયાનો ફાયદો મળી રહ્યો છે. તેમ છતાં, આ ફાયદા યુઝર્સને કેશબેકના રૂપમાં મળશે Jio cashback offer ની માનીએ તો તેના આધારે યુઝર્સને ૩૯૮ અથવા તેનાથી વધુ રિચાર્જ કરાવવું પડશે. આ ઓફરની શરૂઆત એક ઓગસ્ટથી થઈ છે અને આ ૧૫ ઓગસ્ટ સુધી ઓફર ચાલશે. જયારે તમને જણાવી દઈએ કે, આ ઓફર જિયોના પ્રાઈમ ગ્રાહકો માટે લાવવામાં આવ્યો છે.

જિયો યુઝર્સ જો ૩૯૮ અથવા તેનાથી વધુનું રિચાર્જ કરાવશે તો તેને ફરીથી તેને ૫૦-૫૦ રૂપિયાના ૮ વાઉચર્સ આપવામાં આવશે. આ વાઉચર્સ જોડવાથી તે ૪૦૦ રૂપિયા થશે. એક વખત રિચાર્જ પર તમે ૫૦ રૂપિયાના એક વાઉચરનો ઉપયોગ કરી શકશો. તેના સિવાય જિયો યુઝર્સ પેટીએમ દ્વ્રારા રિચાર્જ કરશે તો પછી તેને ૫૦, ફોન પે, એમોઝોન પે અને મોબીકીવિક દ્વ્રારા ૭૫-૭૫ રૂપિયાનું કેશબેક મળે છે. તેના સિવાય ફ્રી રિચાર્જની મદદથી રિચાર્જ કરાવવા પર ૧૦૦ રૂપિયાનો ફાયદો કેશબેક વગરના યુઝર્સને આપવામાં આવે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY